મારા એથીક્સ પ્રમાણે જ કામ કરું છું. અને આગળ પણ આમ જ વધીશ.

મારા એથીક્સ પ્રમાણે જ કામ કરું છું. અને આગળ પણ આમ જ વધીશ.

જલસો : તમે સંગીત બેલડી, તમારા બન્નેના લગન કેવી રીતે થયા?

સ્તુતિ & મિહિર  : હુ 12th પછી ભણવા માટે અમદાવાદ આવી અને એચ એલ મા એડમિશન લીધું. એ વખતે યુથ ફેસ્ટ હતો અને મિહિર અને પ્રાચી શાહ બંને અમારા ટયુટર તરીકે આવેલા, (વચ્ચે થી અટકાવીને મિહિર કહે છે કે ) મેં તો સ્તુતીને 1st યર માં જ પુછ્યું પણ એણે  ના પાડી અને પછી 3rd યરમાં તો હા પાડીને સગાઈ કરી લીધી અને પછી  સફર ચાલુ થઈ ગઈ

જલસો : સ્તુતી તમે તો મિહિર પાસે શીખ્યાં પણ મિહિર તમે ક્યાંથી શીખ્યાં?

મિહિર : હું અનિકેત ખાંડેકર સર પાસેથી શીખ્યો ,મારા મમ્મી અને પપ્પા પણ પોતે સિંગર છે અક્ષય જાની અને નીતા જાની.  જેથી થોડુંક વારસામાં પણ મળ્યું.

જલસો : સ્તુતિ, પતિ પોતે ટીચર, મ્યુઝિક એમણે શીખવાડ્યું તો ઘરમા કોણ કોને શીખવાડે?

સ્તુતિ & મિહિર : હા , સાચુ કહીએ તો ઘરમાં કોઈ કોઈને શીખવાડ્તું નથી, પણ બંને જોડે ગાઈએ છે ખરા,

જો કોઈ ખોટું ગાતુ હોય તો પક્ડાઈ જાય અને આવી બને એની , પણ હું હજી મિહિરનું ગાઈડન્સ લેતી હોઉં છુ.

જલસો : ઝગડા થાય છે?

સ્તુતિ & મિહિર : ના , જરાય નહિ

જલસો : ક્યારેક એવુ પણ થયું હશે ને કે બંને એક્બીજાને ગાઈને સંભળાવતા હશો ને?

સ્તુતિ & મિહિર : ના, એવુ નહિ ઘણીવાર તો ગાઈને જ એટલા  થાકી જઈએ કે ફ્રી ટાઈમમા મુવિ જ જોવાનુ પસંદ કરીએ છે

જલસો : તમે નયનેશ ભાઈ સાથે ઘણું કામ કર્યુ. એમના ૯૦થી પણ વધારે ગીતો અમારી એપમાં છે ,અને અમારા બધાના બહુ ગમતા સ્વરકાર છે, તો એમની સાથે કેવું લાગ્યું કામ કરીને ?

સ્તુતિ & મિહિર : પપ્પા અને નયનેશ ભાઈ પેહલેથી બહુ જ સારા મિત્રો અને પપ્પા એમના ગીતો બહુ જ ગાતા હતા , અને નયનેશ ભાઈની એક સીડી માટે ગાવાનો ચાન્સ મળ્યો,  હું તો ખુશ હતો જ પણ પપ્પા બહુ જ ખુશ હતા.

જલસો : તમે ઘણા વખતથી અમદાવાદમાં ગાઓ છો અને હવેતો ઘણા લોકો તમને ઓળખે છે, પણ એક ગોલ હોય ને કે આટલેતો પોહચવું જ છે, તો એવો કોઈ ગોલ ખરો?

સ્તુતિ & મિહિર : ના, સાચું કહુ તો એવો કોઈ ગોલ નથી,અત્યારે હું જે રીતે આગળ જઈ રહ્યો છુ , મારા એથીક્સ પ્રમાણે જ કામ કરું છું. અને આગળ પણ આમ જ વધીશ.

જલસો : Thank You.

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's