એક સારા ગાયક હોય તો તમને વાદનમાં પણ સમજણ પડવી જ જોઈએ

એક સારા ગાયક હોય તો તમને વાદનમાં પણ સમજણ પડવી જ જોઈએ

જલસો : નમસ્તે મેહુલ, તમે ખૂબ બધી ફિલ્મોમાં - નાટકોમાં અને ગીતોમાં સંગીત આપ્યું, તમને સંગીતમાં રસ પહેલેથી હતો કે પછી તમે કેળ્વ્યો ?

મેહુલ સુરતી : ના , મારા મમ્મી મૂળે રહ્યાં શિક્ષિકા, અને એ પણ સમાજવિદ્યા ભણાવતા હતા, આમ મારા મમ્મીને એવું ખરુ કે  દરેકને ભણવા સિવાય બીજી ઈત્તર પ્રવૃત્તિ જેવી કે યોગા, સ્વિમિંગ કે સંગીત જેવું કંઇક કરવું જોઇએ. એટલે મને મમ્મીએ  સંગીત શીખવા માટે, ઉત્તર હિંદુસ્તાની વોકલ શીખવા માટેની ફરજ પાડી.

જલસો : આમ તમારા ગુરુ કોણ? એટલે તમે શીખ્યા કોની પાસે ?

મેહુલ સુરતી : મેં શીખવાની શરૂઆત કરી હતી સ્વ. શ્રી છોટુભાઈ પટેલ પાસે, સરનું એવુ માનવું હતુ કે તમે એક સારા ગાયક હોય તો તમને વાદનમાં પણ સમજણ પડવી જ જોઈએ , એટલે મેં હાર્મોનિયમ શીખવાની શરૂઆત કરી, ધીરે ધીરે સરના કહેવા મુજબ ગાયન અને વાદન સાથે લયની પણ સમજ હોવી જરૂરી છે એટલે મેં તબલા શીખવાની શરુઆત કરી.

જલસો: તમે કવિ નર્મદની પણ કવિતઓ સ્વરબદ્ધ કરી છે , કવિ ભાગ્યેશ જહા ની “અભિનંદન ગુજરાત” પણ સ્વરબદ્ધ કરી છે સમકાલીન કવિઓ છે રઈશ મણિયાર જેવા તો તમને મધ્યાકાલીનથી અર્વાચીનયુગ સમયમાં કયા કવિ સૌથી વધારે ગમે ? અને કેમ?

મેહુલ સુરતી : મને તો કવિ જે પણ લખેને એ બધું ગમે છે કોઇ વધારે ઓછું નહિ, બધા પોતાની વિચારસરણી પ્રમાણે લખે છે, હું બસ ધ્યાન એજ રાખું છું કે એમણે જે લખ્યું છે એને મ્યુઝિક આપીને મારે ન્યાય આપવાનો છે, પછી મારે એજ ગીતને પબ્લિક સુધી લઈ જવાનું છે, એ લોકોને કેવું ગમશે?

એકદમ સરળ થોડું ક્લાસિકલ કે પછી સુગમ? માટે એ રીતે મ્યુઝિક અને અરેન્જમેન્ટ્સ વિચારું છુ...કવિઓની વાત કરુ તો સૌથી વધુ કામ મેં મુકુલ ચોકસી સાથે કર્યું છે , અમારું ટ્યુનિંગ અલગ જ પ્રકારનું છે..

જલસો : તમારા મ્યુઝિકમાં એક રિચનેસ લાગે છે સાંભળવામાં જેમ કે રેહમાન સરનુ મ્યુઝિક સાંભળીએ ત્યારે અરેન્જ્મેન્ટ્સમાં કે મ્યુઝિકમાં સાંભળવા મળે એવું તમારા મ્યુઝિકમાં થાય છે .તમારી મ્યુઝિક પાછળની ઇન્સ્પિરેશન શું છે ? તમારા બિટ્સ પાછળની?

મેહુલ સુરતી  :  બહુ જ સાચુ કહું તો તમે નાના હોવ ત્યારે તમારા મમ્મી તમને  ગીતો ગવડાવે પણ તમને બહુ ખબર ના પડે, તમારા ઘરમાં  વાતાવરણ એવું  હોય ધાર્મિક કે ઘરમાં ભજનો ગવાતા હોય... મને એવું લાગે છે ભજનો જે હોય છે એ લોકસંગીત છે ,તમે ભજનો સાંભળશો તો સમજાશે એમાં એક જ લય   એક જ રાગમાં અડધો કલાક સુધી પણ ચાલે છતાં આપણે સાંભળવામાં  કંટાળો ના આવે ત્યારે  એવું વિચારવાનું કે આમ જેને સતત સતત સાંભળયા પછી પણ  કંટાળો ના આવે ,સંભળવાનું મન થાય છે,મને લાગેછે એક જ રિધમ અને બંધાયેલા લયમાં અને ઓછા સૂરોમાં મ્યુઝિક બનાવવામાં આવે તો એકાગ્રતા પણ રહે અને સાંભળવાની મજા પણ આવે.

જલસો : Thank You So Much.મેહુલ.

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's