એક નવો શોખ મને જાગ્યો છે એ છે લિરિસિસ્ટનો

એક નવો શોખ મને જાગ્યો છે એ છે લિરિસિસ્ટનો

જલસો  :  હિરલ સિંગર સિવાય તમે પ્રોફેસર પણ છો તો તમે વિદ્યાર્થીઓને કયો વિષય ભણાવો છો ?

હિરલ  : હું સહજાનંદ આર્ટસ્ અને કોમર્સ કોલેજમાં અંગ્રેજી ભણાવું છું.

જલસો : હિરલ તમે બહુજ સારા ટીચરતો છો જ, તમે સ્ટુડન્ટ કેવા હતા? અને તમે ભણ્યા ક્યાંથી ?

હિરલ : હું એ જી ટીચર્સ સ્કૂલમાંથી ભણી છું પછી તો એમફીલ અને પીએચડી કર્યું.

જલસો: બરાબર. હવે વાત કરીએ તમારા શોખ  વિશે, સંગીત વિશે?

હિરલ: એક ખાનગી વાત કહું તો મારા પાપા રિટાયર્ડ પ્રોફેસર અને મમ્મી રિટાયર્ડ સિંગર છે , એટલે બંનેને દુઃખ ના થાય એટલે મેં બન્ને વસ્તુઓ કરી.

જલસો: પણ, તમને ક્યારે લાગ્યું કે ના મારે પણ સંગીતમાં આગળ વધવું છે

હિરલ : જ્યારે નાની હતી ત્યાંર થી જ મમ્મી સાથે બધે પ્રોગ્રામમાં જતી હતી ,પણ હું જ્યારે કોલેજમાં હતી ત્યારે મને લાગ્યું કે મને આ સંગીત ખૂબ ગમે છે.

જલસો : તમે સંગીત શીખ્યા કોની પાસે?

હિરલ : હું શાસ્ત્રીય સંગીત વિરાજ અમર પાસે  શીખી અને લાઈટ વોકલ હું શ્યામલ શૌમીલ અને અનિકેત ખાંડેકર સર પાસે શીખી, મેં સૌથી પેહલા એક શૉ શંભુ મેહતા સર સાથે કર્યો જેમાં મારે રાજસ્થાની ગીતો ગાવાના હતા અને એમાં મને બહુ જ સરસ પ્રતિભાવ મળ્યો હતો અને ત્યાંથી મેં ગાવાની શરૂઆત કરી.

જલસો : ઘર, નોકરી,દીકરી  અને સંગીત બધું કેવી રીતે મેનેજ કરો છો ?

હિરલ : હા થોડી તકલીફ પડે છે, પણ બધું થઈ જાય છે, મારી નોકરી સવારની છે અને મોટે ભાગે  સંગીતના બધા કામ બપોર પછી જ હોય છે એટલે બધુ જ મેનેજ થાય છે, અને ગમતી વસ્તુ કરવા મળે છે એટલે બધુ મેનેજ થઈ જાય છે

જલસો : તમારી દીકરી પણ આજ ક્ષેત્રમાં આગળ વધે છે , શું લાગે છે દીકરીની કરિયર માટે શું વિચારો છો?

હિરલ  : બહુ જ સાચું કહું તો મને દીકરી જ જોઈતી તી અને ભગવાનની કૃપાથી મારા ઘરે આજે દીકરી જ છે ,અને એ પણ મારી જેમ જ હું પ્રોગ્રામ માં જાઉં ત્યાં મારી સાથે આવતી જ હોય છે અને આમ જ એને પણ ગાવાનું શરુ કર્યું ,એક્ટિંગ એને બહુ જ સારી આવડે છે જેના વિશે અમને પણ ખ્યાલ નહોતો.

જલસો : તમને રિલેક્સ થવાનો સમય જ નહી મળતો હોય પણ છતાંય તમે ક્યારેક ટાઈમ મળે તો શું કરો?

હિરલ : અત્યારે એક નવો શોખ મને જાગ્યો છે એ છે લિરિસિસ્ટનો, મેં હમણાં  રઈશ ફિલ્મમાં એક ગીત લખ્યું પછી 102 નોટ આઉટ માં પણ બીજા બે ગીતો લખ્યા અને જેમાંથી એક અરજીત સિંહે ગાયું છે, તે ઉપરાંત મને બધાને જમાડવાનો ઘણો જ શોખ છે અને એક બહુ સારા હેયરડ્રેસર પણ બનવું હતું  અત્યારે એ શોખ તો હું મારી દીકરી પર પૂરો કરું છું.

જલસો : અત્યારના ટ્રેન્ડ પ્રમાણે જોઈએ તો લોકોને એક કે બે વિડિઓ મુકીને રાતોરાત જ સ્ટાર થઈ જાઉં છે  કોઈને બેઝિક ટ્રેનિંગથી લોકો ભાગેછે એ વિશે તમારે કંઈ કહેવું છે?

હિરલ : જો કોઈને લાગતું હોય કે આ બહુ જ સહેલો પાઠ છે તો એવું નથી. કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા તમારે મેહનત તો કરવી જ પડશે .

જલસો : Thank You, હિરલ.

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's