પછી છુટક -છુટક શબ્દો મળી ગયા ને અડધો કલાકમાં તો આખું ગીત લખાઈ ગયું.

પછી છુટક -છુટક શબ્દો મળી ગયા ને અડધો કલાકમાં તો આખું ગીત લખાઈ ગયું.

જલસો :  હેલો, ઐશ્વર્યા. ગુજરાતી સંગીતમાં અત્યારે ખૂબ જાણીતું અને માનીતું નામ તમારું છે, તમે ગુજરાતી ગીતો ગાઓ છો , ભલે શરૂઆત તમે" સ્ટાર વોઇસ ઓફ ઇન્ડિયા" થી કરી હતી , અને હજી પણ બોલિવુડમાં ગીતો ગાઓ છો, છતાં પણ તમે ગુજરાતી ભાષાને એટલું જ મહત્વ આપો છો.

તો તમારા માટે ગુજરાતી ભાષા એટલે શું?

ઐશ્વર્યા :  ભાષા પોતે જ એક અનુભવ છે જે હું રોજ કરું છું , હું પોતે ઇંગલિશ મીડીયમ માં ભણી છું એટલે ઓટોમેટિક બોલવામાં ઇંગલિશ આવી જાય છે પણ હું એ ચોક્કસપાણે માનું છુ જે મઝા જે મીઠાશ ગુજરાતી બોલવામાં આવે છે એ બીજી કોઈ ભાષામાં નથી આવતી

જલસો :  તમે તો બહુ નાની ઉંમરે શરૂઆત કરી હતી અને આજે તો સુપરસ્ટાર બની ગયા છો , તો કેવી રહી આ સફર?

ઐશ્વર્યા :બહુ જ શીખવા મળે છે અને  બહુ આનંદ મળે છે..મારો  આનંદ એટલે સંગીત  અને મારા આનંદમાં લોકોને પણ ખુબ આનંદ મળે છે 

જલસો : વેલ,ઐશ્વર્યા તમે  મ્યુઝિક ના કરતા હોત તો  શું કરતા હોત?

ઐશ્વર્યા : આ સવાલ મને ઘણા લોકોએ પૂછ્યો છે , પણ સાચું કહું તો મને નથી ખબર હું શું કરતી એ વખતે એયુ કઈ વિચાર્યું જ ન હતું . હા, પણ હું જયારે પણ કામ કરું એ  ફક્ત પાસ થવા માટે નહિ પણ સારું કરવા માટે કરતી અને જેમાં આનંદ મળે એજ કરતી.

જલસો :  તે આ સફર ની શરૂઆત કરી ત્યારે તું સ્કૂલમાં હતી રાઈટ ? તો તારી એ સમયે સ્કૂલલાઈફ કેવી રહી?

ઐશ્વર્યા : બહુ જ સાચું કહું ને તો સ્કૂલલાઈફ થોડી ડિપ્રેસીવ રહી. ઇવન મારા કોઈ કલાસસમેટ્સને મારા સાથે બેસવાનું ના ગમે કેમકે  હૂબહૂ જ ગાતી હતી , પણ મારી સ્કૂલ એ જે મને સપોર્ટ કર્યો છે એટલો તમે કોઈ બીજી સ્કૂલ પાસેથી વિચારી પણ ના શકો. 

જલસો  :  હવે ફ્રેન્ડ્સ ખરા ? કોઈ ક્રેઝી મેમરી ??

ઐશ્વર્યા : જયારે હું મારા નજીકના ફ્રેન્ડ્સ સાથે ગોવા ગઈ હતી.

જલસો : તને વાંચવાનો શોખ ખરો?

ઐશ્વર્યા : હા બહુ જ , પણ ગુજરાતી વાંચવા માં થોડી તકલીફ પડે છે.

જલસો : તમે હાલમાં જ એક ફિલ્મમાં ગીત લખ્યું તું ?બહુ જ નવાઈ લાગી હતી, એ થયું કેવી રીતે?

ઐશ્વર્યા : સાચું કહું તો "અછત ". એ વખતે કોઈ લિરિસિસ્ટ  હતા નહિ અને  મ્યુઝિક ડિરેક્ટર પાર્થ ભાઈએ કીધું તું મને ડમી લખવામાં હેલ્પ કર, મેં કીધું આવું ના આવડે. એમણે કહ્યું કે હું 2 શબ્દો આપું તું ટ્રાય તો કર... પછી છુટક -છુટક શબ્દો મળી ગયા ને અડધો કલાકમાં તો આખું ગીત લખાઈ ગયું.

જલસો: ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝના મોટાભાગના બધાજ મ્યુઝિક ડિરેક્ટર્સ સાથે કામ કર્યું હશે। . કોની સાથે કામ કરવાની બહું જ મજ આવે છે ?

 ઐશ્વર્યા  : આ બહુ જ અઘરો સવાલ છે ,મને બહું બધા સાથે મજા આવે છે  મેહુલ સુરતી સાથે વધારે મજા, તમારે જે રીતે કામ કરવું હોય જેમ કરવું હોય એની છૂટ મળે છે. તે ઉપરાંત  પાર્થ ભરત ઠક્કર સાથે પણ કામ કરવું ગમે છે.

જલસો : જયારે ગુજરાતમાં હોય ત્યારે નવરાત્રિને અને બીજા ફેસ્ટિવલ્સ માં બહુ બીઝી રેહવાય તો એ સમયે તમે શું કરો.

ઐશ્વર્યા  :  સાચું કહું તો એવું કંઈ ખાસ નથી , હા મને કુકીંગ નો શોખ છે

જલસો :  આ સવાલ તમને ઘણા બધાએ પૂછ્યો જ હશે તમારા મમ્મી  રિમાબેનનો આટલો સપોર્ટ ના હોત તો અત્યારે છો ત્યાં પહોંચ્યા હોત ?

ઐશ્વર્યા : એ વાત માટે હું સ્યોર નથી। . હા પણ એ ના હોત તો કદાચ ક્યારે એવી ઇન્સ્પિરેશન પણ ના મળી હોત કર અહીં પહોંચવાનું છે,  કોઈ વ્યક્તિ ના હોય તો શું થાય, હું માનું ત્યાં સુધી એ બહુ જ રહસ્યમય  સવાલ છે. જે પણ કંઈ થાય એની પાછળ કારણ હોય છે.

જલસો: Thank You So Much ઐશ્વર્યા. ભવિષ્યમાં તમે ખૂબ બધા ગુજરાતી ગીતોને તમારો અવાજ આપો એવી શુભકામના.

ઐશ્વર્યા : Thank You.

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's