ગઢને હોંકારો તો કાંગરાય દેશે by Ramesh Parekh

ગઢને હોંકારો તો કાંગરાય દેશે by Ramesh Parekh

રમેશ પારેખના ગીતો અને કવિતા વગર ગુજરાતી સાહિત્યની વાત ક્યારેય પુરી થઇ બસ આવું જ સુંદર ગીત છે  ના શકે અને જયારે તેમના ગીતોનો ઉલ્લેખ થાય ત્યારે અચૂક ઉલ્લેખ થાય તેમના લખેલા મીરાગીતોનો.રમેશ પારેખે મીરા સ્વયં લખી રહયા હોય તેવા ભાવ સાથે આ ગીતો લખ્યા છે. જલસો મ્યુઝિક એપમાં એક આલબમ સંપુટ છે એનું નામ સંગત. આ સંગતનાં કુલ 6 ભાગ છે જે તમે સુગમ સંગીતમાં માણી શકો છો.આ સંપુટ એક આલબમ છે જેનું નામ છે 'એક લહેર છે મીરા' જેમાં રમેશ પારેખે લખેલા અને હરિશ્ચંદ્ર જોશીએ કમ્પોઝ કરેલા ગીતો છે.આ ગીતો તો તમે સાંભળજો પણ આજે એમાંના એક અતિશય સુંદર ગીત વિષે તમને કહેવું છે. ગઢને હોંકારો તો કાંગરા દેશે. એક સ્ત્રી વિનાનું ખાલી ઘર કેટલું ભેંકાર લાગી છે. મીરાનાં રાજમહેલને છોડી જવા પાછળ કારણ તો કૃષ્ણ છે પરંતુ કોઈ પણ ઘર સ્ત્રી વગર કેવું ભેંકાર જ લાગે છે. બસ આવું જ સુંદર ગીત છે

 

ગઢને હોંકારો તો કાંગરાય દેશે,

પણ ગઢમાં હોંકારો કોણ દેશે ?

રાણાજી, તને ઉંબરે હોંકારો કોણ દેશે?

 

આઘેઆઘેથી એને આવ્યાં છે કહેણ,

જઈ વ્હાલમશું નેણ મીરાં જોડશે,

હવે તારો મેવાડ મીરાં છોડશે.

 

આઠે અકબંધ તારા ભીડ્યા દરવાજાનાં ફૂલ જેમ ખૂલશે કમાડ

વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર મૂકી ધૂળ મહીં ઊડતો મેવાડ

 

કિનખાબી પહેરવેશ કોરે મૂકીને મીરાં

કાળું મલીર એક ઓઢશે.

હવે તારો મેવાડ મીરાં છોડશે.

 

પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઇ લેણદેણ તૂટ્યાનું શૂળ

ડમરી જેવું રે સહેજે ચડતું દેખાશે પછી મીરાં વીખરાયાની ધૂળ

 

મીરાં વિનાનું સુખ ઘેરી

વળશે ને રાજ

રૂંવે રૂંવેથી તને તોડશે

હવે તારો મેવાડ મીરાં છોડશે.

 

 

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's