Review | Thugs of Hindostan

Review | Thugs of Hindostan

૧૮મી સદી એટલે ભારતમાં ઠગની સદી. આખું ભારત તેમનાં ત્રાસ અને ડરથી થરથર કાંપતું. જેમની ટોળકી 1 વર્ષનાં 40,000 મુસાફરોને મારી નાંખતી તેવા ઠગોનો ખૌફ આખા ભારત પર હાવી હતો. આજની જેમ ત્યારે ટ્રેન, પ્લેન, કે વેનથી વાહન વ્યવહાર નહોતો થતો માટે લોકો મુસાફરી કરતા ગભરાતા પણ એટલું જ. અને આ ઠગો જ અન્ય મુસાફરોને સાથ આપવાનાં નામે એમને જ ઠગી જતા.

આ ઠગોમાંના સૌથી ખૂંખાર અને ખતરનાક ઠગ ‘અમીરઅલી’નાં જીવન પર આધારિત ખૂબ જાણીતું પુસ્તક ‘Confession of a Thug’ જે Philip Meadows Taylorએ લખી જેનાં પરથી પત્રકાર-લેખક હરકિસન મહેતાએ ગુજરાતી સાહિત્યની best seller ‘અમીરઅલી ઠગનાં પીળા રૂમાલની ગાંઠ’ પણ લખી.

આટલો reference એટલા માટે કારણ કે Thugs of Hindostanનાં release પહેલાં એવી વાત પણ ફરી હતી કે આ ફિલ્મ ‘Confessions of a Thug’ પર આધારિત છે; પણ ખરેખર તો ફિલ્મમાં એ સમયનો કોઈ reference જ નથી. ૧૭૯૫ની સાલ છે, એક તરફ અંગ્રેજોની જોહુકમી છે, એક તરફ આઝાદી મેળવવા માંગતા ઠગ છે અને આ બંનેની વચ્ચે એક con man છે જે બંને તરફ લોટાની જેમ ઢળ્યા જ કરે છે. Plot તો સાવ wafer thin છે, ને એક રીતે કશું જ extra ordinary નથી. જે ખૌફ વર્ષો પહેલાં ઠગોનો ભારતમાં હતો તે ક્યાંય દેખાતો જ નથી (જે filmનું actual thrill છે).

આ ઠગની ટોળકીનો સરદાર, આઝાદ (અમિતાભ બચ્ચન) પોતાનાં મહારાજનાં જૂના વેરને કારણે John Clive (British actor Lloyd Owen) નો ખાત્મો બોલાવવા માંગે છે અને તેમાં મહારાજાની દિકરી પણ તેનો સાથ આપે છે. વચ્ચે પેલો con man ફિરંગી (આમીર ખાન) પણ જોડાય છે અને એનાં લીધે જ થોડી comedy, drama, romance વગેરે થાય છે. જે 1st halfમાં તો મજા કરાવે પણ, 2nd half સુધીમાં બધું જ predictable બની જાય છે.

બધા characters બહુ flat લાગે છે, હજી વધારે layered characterizations કરી શકાયા હોત. પણ જૈસી જીસકી સોચ! દિવાળીનાં weekend પર ખાસ film જોવા જાઓ અને,”પૈસા વસૂલ થઈ ગયા હોં!” એવું તો ના નીકળે. મગજ બાજુએ મૂકી, વધારે આશાઓ રાખ્યા વિના જોશો તો એકવાર જોવા જવાય એવી ફિલ્મ.

 

By: Harsh Dharaiya | હર્ષ ધારૈયા

Facebook: RJ Harsh19

Instagram: @rjharsh19

Twitter: @rjharsh19

 

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's