તારો કાગળ – મુકેશ જોશી

તારો કાગળ – મુકેશ જોશી

પત્રો લખે કેટલા વર્ષો થયા, આજે તારો કાગળ મળ્યો આવું સામે લખે કેટલા વર્ષો થયા? કેટલા વરસો વીતી ગયા કે ટપાલીની રાહ જોઈ હોય. એક એક અક્ષરમાં જાણે એક એક દિવસની વેદના કે હોય એમ વાંચ્યા હોય અને જવાબ લખવા માટે કદાચ જમવાનો ટાઈમ પણ મોડો કર્યો હોય. આ પેન અને પેપર સાથેનો નાતો તો એક આખેઆખી પેઢી સાથે ભૂંસાઈ જ ગયો છે. એમને પોસ્ટકાર્ડ કે પછી પરબીડિયામાં બંધ થઈને આવતા પત્રો વિષે એ પત્રોમાં આવતા સમાચારો વિષે જાણવાની જે તાલાવેલી લાગતી તે હવે વોસ્ટએપમાં મેસેજમાં ક્યાં બચી છે. ત્યારે મુકેશ જોશીએ લખેલું અને નયનેશ જાનીનું સ્વરબદ્ધ કરેલું આ ગીત સાંભળવું એ,જુના દૌરની ઉજવણી જેવું લાગે છે.દિવાળીના તહેવારની શરૂઆતના દિવસો છે,ઘરના સાફસફાઈના કામ ચાલતા હશે ત્યારે કદાચ કોઈને જુના પત્રોની થોકડી મળી આવે અને એમાંથી કોઈ એવો કાગળ મળી આવે જે વાંચીને નીચે લખેલા શબ્દો તમને તમારા લાગે.
    

આજે તારો કાગળ મળ્યો.
ગોળ ખાઇને સૂરજ ઊગે એવો દિવસ ગળ્યો

એકે એક શબ્દની આંખો જ્વાળાથી છલકે
તારા અક્ષર તારા જેવુ મીઠુ મીઠુ મલકે
મારો જીવ જ મને મૂકીને અક્ષરમાં જઈ ભળ્યો

તરસ ભરેલા પરબિડિયાની વચ્ચે મારી જાત
લે મને પીજા હે કાગળ પછી માંડ્જે વાત
મારો સૂરજ પશ્ચિમ બદલે તારી બાજુ ઢળ્યો

મુકેશ જોશી

'મારા જીવ જ મને મૂકીને અક્ષરમાં જઈ ભળ્યો' જે શબ્દો વ્હાલ અને લાગણીથી ભરપૂર હોય એને વાંચતા વાંચતા જ કદાચ આવું થઇ શકે.કદી કોઈએ મેસેજમાં જીવ ભળી જવાની વાત કરી હોય એવું ધ્યાનમાં તમને પણ નહિ જ આવ્યું હોય..

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's