Review | Suryansh

Review | Suryansh

સૂર્યાંશ – એક action thriller ગુજરાતી ફિલ્મ. જેની spotlight છે Freddy Daruwala.

એક police officerની વાત છે જે હંમેશા ભ્રષ્ટાચાર સામે ઉભો રહે છે પરંતુ તેનાં દરેક વિશ્વાસુ વ્યક્તિ જ તેની સામે પડે છે અને એક માયાજાળમાં જ officer કરણ ફસાતો જાય છે. સંપૂર્ણ શૂટિંગ અમદાવાદમાં થયું છે જેમાં પોળનો પણ સમાવેશ થાય છે. Movieનો first scene કે જેમાં fight અને chase sequence છે એ જોવાની મજા પડે અને આખી ફિલ્મમાં માત્ર એ જ જોવાની મજા પડે.

Freddy Daruwala પાસેથી performanceની દ્રષ્ટીએ થોડું વધારે કઢાવી શકાયું હોત પણ તેમાં નિષ્ફળ જવાયું છે. બાકી actor તરીકે તેણે પોતાની બધી જ effort આપી છે. બીજા actors જેમણે ફિલ્મને વધુ જોવાલાયક બનાવી એ મેહુલ બુચ, આશિષ કક્કડ, પ્રશાંત બારોટ, નિર્મિત વૈષ્ણવ અને જય ભટ્ટ છે. Female lead તરીકે હીના આછરા ફિલ્મનો glamour element સાબિત થાય છે. જે FBB Femina Miss India Gujarat 2018ની finalist રહી ચૂકી છે. જે તેનાં glamour elementથી આગળ વધીને performance સુધી નથી પહોંચી શકતી.

સૂર્યાંશનું key feature છે તેનાં action scenes. જે પણ તમને બહુ nostalgic feel કરાવે કારણ કે એ બધા જ scenes તમે bollywood-hollywoodની કોઈ ફિલ્મમાં કે પછી WWEનાં finishing movesમાં તો ચોક્કસ જોયા હશે.

1st halfમાં કંટાળો આવે, ને 2nd halfમાં પણ કંટાળો આવે ને સાથે થોડી ઊંઘ પણ આવે.

 

Music is ok, dialogues are ok, screenplay is ok…

Film is ok.

 

By: Harsh Dharaiya | હર્ષ ધારૈયા

Facebook: RJ Harsh19

Instagram: @rjharsh19

Twitter: @rjharsh19

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's