Review | Sui Dhaaga

Review | Sui Dhaaga

“दुःख महसूस करना हमें आता था, लेकिन ख़ुशी जताने के लिए हमारे पास शब्द नहीं थे”

બહુ જ simple અને beautiful dialogues सुई-धागा માં. જેનાં director છે શરત કાતરીયા. આ પહેલા એમણે Dum Laga Ke Haisha.

સંગીત આપ્યું છે અન્નુ મલિકએ અને શબ્દો લખ્યા છે વરુણ ગ્રોવરએ. અને આ જ જોડી જ્યારે ગીત લઈને આવે કે,

“जितने shutter हम पे पड़ते गए, उतने ही चतुर हमभी बनते गए” ત્યારે વાત કંઈક ઔર બને છે. ફિલ્મનો best part છે તેની સાદગી. આપણી આસપાસની દુનિયામાં જે સાદાપણું આપણે જોઈએ છીએ એ replicate થઈને આ ફિલ્મમાં આપણને દેખાતું હોય છે.

વાત છે એક એવા છોકરાની જેને પોતાની ચાલુ નોકરી નથી કરવી અને બાપ-દાદાનો પુશ્તૈની ધંધો – દરજીકામ સંભાળવું છે જેમાં તેની પત્નીનો પણ સાથ છે જ. પણ, પપ્પા હવે એ દરજીકામનાં ધંધાને ફરી પાછો હાથમાં લઈ આર્થિક રીતે ડૂબી જવા નથી માંગતા માટે, દિકરાને પણ એ કામ ન કરવા કહે છે. એ દરમિયાન બાપ-દીકરા વચ્ચે ચાલતી કડાકૂટ, નાના-મોટા ઝઘડા પેટ પકડીને હસાવે છે.

મજાની વાત વરુણ ધવન અને અનુષ્કા શર્માનાં performanceમાં છે. ખૂબ જ સહજ, સરળ અને સાદા. અને એ જ વાત audienceને સ્પર્શી જાય છે. ફિલ્માંકન પણ એટલું સહજ છે કે એવું લાગે કે તમારા જ જીવનની કોઈ એક ઘટના પડદા પર ભજવાઈ રહી છે. પછી એ પત્નીની શરમ હોય, બાપનો ગુસ્સો હોય, માંની તબિયત હોય કે દીકરાની નારાજગી.

1st half crisped, comic અને emotional છે અને 2nd half આ બધા જ પાસાની સાથે ક્યાંક ક્યાંક stretch થતો જાય છે. પરંતુ overall film જોવાલાયક છે.

‘દમ લગા કે હઈશા’ ગમી હશે તો ‘સુઈ ધાગા’ પણ ગમશે જ.

 

By: Harsh Dharaiya | હર્ષ ધારૈયા

Facebook: RJ Harsh19

Instagram: @rjharsh19

Twitter: @rjharsh19

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's