Review | Batti Gul Meter Chalu

Review | Batti Gul Meter Chalu

તમે રાતે ભણતા હોવ અથવા officeનું કોઈ ખાસ કામ કરતા હોવ કે પછી મનગમતી serial – film – web series જોતા હોવ અને અચાનક light જતી રહે તો? કેટલી અકળામણ થાય! જ્યારે ઉત્તરાખંડનાં આ શહેર ટિહરી – ગઢવાલમાં તો આ લગભગ દરરોજનું છે. જ્યાં lightsનાં આવવા કરતા, જવું વધારે regular છે!

 

અને એ જ શહેરની વાત છે આ ફિલ્મ – Batti Gul Meter Chalu માં. બહુ local languageનો ઉપયોગ થયો આખી ફિલ્મમાં, જેમાં ‘बल’ ‘ठैरा’ જેવા શબ્દો વારેઘડીયે આવે છે. ‘ठैरा’ નો ઉપયોગ અહીં ‘છે’ તરીકે થાય છે અને ‘बल’ નો આમ કોઈ અર્થ નથી થતો પણ વાક્યોમાં વચ્ચે વચ્ચે તે આવી જાય છે. આ બંને શબ્દો જુદી જુદી જગ્યાએ ઘણીવાર ફિલ્મમાં આવે છે જે એક સમય પછી irritating થઈ પડે છે.

 

Now coming direct to the point, first half લાંબો છે અને predictable છે અને second half તો ઘણો જ લાંબો છે, માત્ર predictable નથી એ જ એની surprise છે. છતાં આખી ફિલ્મની length ઘણી જ લાંબી લાગી જાય. Movie પતે ત્યાં સુધીમાં મગજ બહેર મારી જાય ને જો જલ્દી અકળાઈ જવું એ તમારી આદત હોય તો બની શકે કે અડધી ફિલ્મ છોડીને જ તમે નીકળી જાઓ.

 

શાહિદ કપૂર, શ્રદ્ધા કપૂર અને દિવ્યેંદુની chemistry ફિલ્મને જરાક light hearted કરે છે, પણ second half એનાથી bearable નથી જ થઈ શકતો. પેલી ચવ્વડ થયેલી રોટલી ચાવતા હોઈએ તો કેવું લાગે, એવું જ અહીં climax સુધીમાં થઈ પડે છે. Music is ok!

 

શાહિદ કપૂર માટે એકવાર જોવા જઈ શકાય. બાકી, recommend કરી શકાય એવી નથી.

 

By: Harsh Dharaiya | હર્ષ ધારૈયા

Facebook: RJ Harsh19

Instagram: @rjharsh19

Twitter: @rjharsh19

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's