અમે આંધી વચ્ચે તણખલાંના માણસ

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;

પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

ફટાણાંના માણસ, મરશિયાના માણસ;

અમે વારસાગત સમસ્યાના માણસ.

  • ભગવતીકુમાર શર્મા (1934 - 2018)

ભગવતીકુમાર શર્માને આ લેખન અને સાહિત્ય નો વરસો પરિવારમાંથી જ પ્રાપ્ત થયો હતો.એમના પિતા હરગોવિંદભાઈ સામવેદના પંડિત હતા અને જૂની રંગભૂમિના નાટકોમાં પણ તેમને રસ હતો.

પરિવારમાંથી આ સાહિત્યના વારસા સાથે તેમને એક બીમારી પણ વરસામાં મળી, એ હતી આંખની તકલીફ. ભગવતીકુમાર આઠ દસ વર્ષના હતા ત્યારથી જ તેમને આંખના નંબર આવ્યા અને તેમને જાડા કાચના ચશ્મા પહેરવા પડ્યા. આંખના ડોક્ટરે તો તેમને સ્કૂલમાં ભણવા જવાની અને પુસ્તકો વાંચવાની પણ ના પાડી દીધી હતી. તેમ છતાયે ભગવતીભાઈએ પોતાની સાહિત્યપ્રિતીના કારણે તેમની આ વાંચનની પ્રવૃત્તિ ચાલી રાખી. ભગવતીકુમાર શર્મા નાટકોમાં કામ કરતા, ચિત્રો દોરતા, અને વાજિંત્રો પણ વગાડતા, તેઓ મૂળ સુરતના વતની. સુરતની લગભગ બધી લાયબ્રેરીમાં તેઓ વાંચવા જતા. પછીથી તેઓ એ લેખનકાર્ય શરુ કર્યું. તેમને કવિતાઓ અને લેખો, નિબંધો, વાર્તાઓ , નવલકથા એમ લેખનના દરેક ક્ષેત્રમાં તેમણે કામ કર્યું. તેઓ સુરત અને આસપાસના વિસ્તાઓમાં થતા મુશાયરાઓમાં પણ જતા. તેઓ એ પ્રુફરીડરની નોકરી સ્વીકારી અને પછીથી પ્રમોશન મળતા તેઓને પત્રકારત્વ કરવાની તક પણ મળી.તેઓ હરીન્દ્ર દવેને પોતાના આદર્શ ગણતા. હરીન્દ્ર દવે પણ સાહિત્યકાર અને પત્રકાર બંને હતા, એ ભગવતીભાઈને  એમ કહેતા કે આ પત્રકારત્વનું ગદ્ય લેખન સાહિત્યમાં ઘણું જ ઉપયોગી બને છે.

ભગવતીકુમારે લગભગ ૧૫૦૦૦ તંત્રી લેખો લખ્યા, ૫૦૦૦ જેટલા હાસ્યલેખો અને એટલા જ લલિત નિબંધો અને ૧૩ નવલકથા લખી, ૧૩ વાર્તા સંગ્રહો, હાસ્યના ૪ પુસ્તકો, વિવેચનના પુસ્તકો, આત્મ્કથા, નાટકના અનુવાદ – રૂપાંતરો કરીને સાહિત્યમાં તેમનું યોગદાન આપીને તેમણે  તેમના શબ્દોનો પરિચય આપ્યો છે.

તેમણે ખૂબ બધા ગીતો – કવિતાઓ – ગઝલ લખી અને આમાંથી ઘણીબધી કવિતાઓ નો સંગીતના સૂરો સાથે સમન્વય થયો.

આદરણીય ભગવતીકુમાર શર્માના સ્વરબદ્ધ કરેલા કેટલાક ગીતો જલસો એપ્લીકેશન પર ઉપલબ્ધ છે.

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's