Review - નટસમ્રાટ | પડદો પડ્યા પછીનાં નટસમ્રાટની કહાણી

Review - નટસમ્રાટ | પડદો પડ્યા પછીનાં નટસમ્રાટની કહાણી

છેલ્લા 40 કરતાં વધુ વર્ષોથી રંગમંચ ઉપર કાર્યરત એવા સિદ્ધાર્થ રાંદેરિયા ગુજરાતી ફિલ્મોમાં એક નવા genre સાથે આવ્યા છે. અત્યાર સુધીની તેમની 2 ફિલ્મો ‘ગુજ્જુભાઈ – The great’ અને ‘ગુજ્જુભાઈ – Most wanted’ સફળ comedy films રહી છે. હવે તેઓ એક serious emotional drama ફિલ્મ ‘નટસમ્રાટ’ લઈને આવ્યા છે. જેમાં તેમનાં co-actor છે દીપિકા ચીખલિયા (‘રામાયણ’માં જેમણે સીતાનો અભિનય કર્યો હતો) અને મનોજ જોશી (માધવ ઉર્ફે માધિયો). દિગ્દર્શક છે જયંત ગીલાટર; જેમણે આ પહેલાં ‘Chalk and Duster’ જેવી critically acclaimed ફિલ્મ આપી છે.

Loading image...

હરીન્દ્ર પાઠક (સિદ્ધાર્થ રાંદેરિયા) તેનાં નાટ્યજીવનમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ હવે પછીનો સમય માત્ર પરિવાર સાથે રહેવાનું સ્વીકારે છે અને એક દિવસે પોતાની બધી જ સંપતિ પોતાનાં સંતતિઓને આપી દે છે. આ વાત સામે પત્ની મંગળા (દીપિકા ચીખલિયા) દોસ્ત માધવ (મનોજ જોશી) અણગમો વ્યક્ત કરે છે પરંતુ આજે પિતાનો અપાર સ્નેહ બાળકો પર વરસી રહ્યો છે જેને કારણે પત્ની અને દોસ્તની વાત તેઓ સ્વીકારતાં નથી; અને પછી શરુ થાય છે ‘નટસમ્રાટ’નાં પડદો પડ્યા પછીનાં જીવનની. કહેવાયું છે કે,’છોકરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય’ આ વાત અહિયાં આબેહૂબ દર્શકોને જોવા મળે. પોતાની પોણી જીંદગીમાં પ્રેક્ષકોનો બેહદ પ્રેમ મેળવનાર નટસમ્રાટ હરીન્દ્ર પાઠક પોતાનાં બાળકો પાસેથી એ પ્રેમ-સન્માન નથી મેળવી શકતા. દીકરાનું ઘર છોડી ઓશિયાળા બનીને રહેવું પડે છે.

 

સિદ્ધાર્થ રાંદેરિયામાં દર્શકોને ખરેખર નટસમ્રાટ દેખાશે; તેનું કારણ માત્ર ને માત્ર તેમનો અભિનય છે. ‘નટસમ્રાટ’ ગુજરાતી ફિલ્મ મૂળે આધારિત છે ‘નટસમ્રાટ’ મરાઠી ફિલ્મ સાથે. સંગીત આપ્યું છે આલાપ દેસાઈએ. શબ્દો છે દિલીપ રાવલનાં. ફિલ્મનું સૌથી સબળ પાસું dialogues અને storyline છે જે દર્શકોને શરૂઆતથી અંત સુધી જકડી રાખે છે.

 

2018ની કેટલીક must watch filmsનું જો list બને તો તેમાં ‘નટસમ્રાટ’નું નામ હશે જ એવી આ family drama film આ weekend પર જોવા જવી જ જવી.

 

By: Harsh Dharaiya | હર્ષ ધારૈયા

Facebook: RJ Harsh19

Instagram: @rjharsh19

Twitter: @rjharsh19

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's