Review - શું થયું? | 3 વર્ષ પછી સાથે આવેલી starcast

Review - શું થયું? | 3 વર્ષ પછી સાથે આવેલી starcast

છેલ્લા દસેક વર્ષમાં સૌથી વધુ વકરો કરનારી ગુજરાતી ફિલ્મ 'છેલ્લો દિવસ'ની star cast 3 વર્ષ પછી ફરી એકસાથે સ્ક્રીન પર આવી. સ્વાભાવિક છે કે audienceની expectations ચોક્કસથી વધી જવાની કે વધુ સારી comedy અને વધુ સારી ફિલ્મ જોવા મળશે. પણ ખરેખર એવું થયું કે નહિ?

 

તો વાત એમ બને છે કે મનન (મલ્હાર ઠાકર) દિપાલીનાં (કિંજલ રાજપ્રિયા) પપ્પાને અથાગ મહેનતે મનાવી લે છે કે તેનાં અને દિપાલીનાં લગ્ન થાય. (જો કે, ફિલ્મમાં છોકરીનું નામ દિપાલી છે કે દીપિકા છે એ નક્કી નથી કરી શકાયું) લગ્ન નજીક આવી ગયા છે અને bachelor party celebrate કરવા માટે મનન અને સાથે તેનાં ત્રણ મિત્રો ચીકણો (મિત્ર ગઢવી), નીલ (યશ સોની), વિરલ (આર્જવ ત્રિવેદી) નીલનાં ઘરે ભેગા થાય છે. થોડો time pass કરીને પછી પ્રોગ્રામ ચાલુ કરવા ચારેય નક્કી કરે છે કે બધા ક્રિકેટ રમવા જાય. તો રમતા રમતા શું થયું?

 

"આપણે ક્રિકેટ રમતા'તા. ચીકણાએ બોલ નાખ્યો. નીલ્યાએ શોટ માર્યો. હું કેચ પકડવા પાછળ ગયો. મારો પગ લપસ્યો ને મને માથામાં વાગ્યું. ચિંતા નહિ; થોડું દુ:ખે છે પણ માટી જશે." બસ આ થયું અને મનનને short term memory loss થઈ ગયો. હવે માથે લગ્ન પડ્યા છે, તૈયારીઓ ચાલુ છે, ઘરેથી મમ્મી-પપ્પાનાં અને દિપાલી/દિપલી/દીપિકાનાં કોલ્સ આવે છે અને મનન પાછલાં 2 વર્ષનું બધું જ ભૂલી ચૂક્યો છે.

 

ફિલ્મ ખરેખર તો અહિયાંથી શરુ થાય છે. શરૂઆતની 15એક મિનિટ ઘણી entertaining છે; પરંતુ જયારે 'શું થયું?'વાળો ઉપરનો dialogue સતત આવ્યા કરે છે, એ પછી મૂવી જરા boring બની જાય છે. Climax સુધી પહોંચતા થોડી ઊંઘ પણ ચડે! છતાં, મનન, ચીકણો, નીલ અને યશ આ ચારેય ભેગા મળીને તમને મનભરીને હસાવશે તો ખરા જ.

 

સંગીત છે કેદાર-ભાર્ગવનું. જે અત્યાર સુધીની કેટલીક શ્રેષ્ઠ કંપોઝર જોડીમાંની એક રહી ચૂકી છે. ફિલ્મના ગીતો 'સાન-ભાન ભૂલે' અને 'ભાઈબંધો ભારે ભયંકર' મોઢે ચડી જાય એવા છે.

 

By: Harsh Dharaiya | હર્ષ ધારૈયા

Facebook: RJ Harsh19

Instagram: @rjharsh19

Twitter: @rjharsh19

Loading image...

છેલ્લે ફિલ્મના ડિરેકશન, સ્ક્રેઇંપ્લાય, dialoguesમાં વધુ પડ્યા વગર માત્ર મિત્રો સાથે time pass કરવો હોય તો જ આ ફિલ્મ જોવી. બસ, મૂવી જોવા જવું, મગજ બાજુએ મૂકવું, અને કઈં પણ વિચાર્યા વગર બસ હસવું. કારણ કે વધુ અપેક્ષા નિરાશાને જ નોતરતી હોય છે.

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's