Aaj Mane Morpinch Na Shukan : A Poem by Shree Ramesh parekh

Aaj Mane Morpinch Na Shukan : A Poem by Shree Ramesh parekh

તમને ક્યારેય એવું થયું છે કે કોઈ ગીત સાંભળતા સાંભળતા એક સાથે કેટલાય ચિત્રો દોરાઈ ગયા હોય મનમાં અને એક સાથે હૃદયમાં કેટલીય અનુભૂતિઓ દોડી ગઈ હોય.બસ આવી જ કેટલીય ફીલિંગ્સ આવશે જયારે તમે આ ગીત સાંભળશો - આજ મને મોરપીંછના શુકન થયા,સખી..

કવિ શ્રી રમેશ પારેખે લખ્યું આ સરસ ઊર્મિગીત.કોઈ ગમતું રસ્તે મળી જતું ત્યારે કોઈ છોકરીનાં મનમાં આવા ભાવ આવતા હશે કે પછી આખા રસ્તે એ રસ્તાનો પડછાયો પણ ના મળે ત્યારે આ ભાવ જન્મતા હશે એ જવાબ તો કોણ આપી શકે પણ આ ગીત તમારા આ એકદમ બિઝી દિવસમાં થોડો હાશકારો ચોક્કસ આપશે. રમેશ પારેખનાં ગીતો આમ પણ અતિશય લોકપ્રિય છે જ તો આ રહ્યું એ ગીત જેની હું વાત કરું છું...

આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….

ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી

આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….

 

આજ રાબેતાભેર હું મારે ઘેર ન પાછી આવી

કોઈ મને ઘેર લાવ્યું કે હું ઘેર કોઈને લાવી ?

પાસપાસે અણસાર જેવું પણ નીરખ્યું તો મોંસૂઝણાં છેટાં રહ્યાં, સખી

આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….

 

મોરા વિનાનું પીંછ દીઠું કે પીંછ વિનાનો મોર !

કોણ જાણે, પણ કીકીઓ કરે ઢેલ સમો કલશોર

મોરને એનું કોઈ ચોમાસું સાંભરી આવે એટલાં લોચન વહ્યાં, સખી

આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….

– રમેશ પારેખ ‌

 

વાંચીને તમને આ ગીત સાંભળવાની ઈચ્છા ચોક્કસ થઇ હશે.જલસો એપ જો તમે ડાઉનલોડ કરેલી હશે તો તેમાં Aaj Mane Morpinchna Shukan સર્ચ કરો અને જો હજુ ડાઉનલોડ કરવાની બાકી છે તો App storr/Playstor કે પછી get.jalsomusic.com પરથી ડાઉનલોડ કરી શકો છો.શક્ય છે કે તમે આ ગીત સાંભળતા સાંભળતા કોઈ મનગમતા વનમાં ચપટી બોર વીણવા પહોંચી જશો અને સમયસર પાછા નહિ વળો.

 

સ્વરકાર - હરિશચંદ્ર જોશી

ગાયક - વિરાજ બીજલ

કવિ - રમેશ પારેખ

Enjoy

 

 

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's