જલસો: શૌનકભાઈ તમે નાટક અને મ્યુઝિક બંને સાથે સંકળાયેલા છો તમને વધારે મજા શેમાં આવે?
શૌનક પંડ્યા: મને વધારે મજા મ્યુઝિકમાં આવે છે, તેમ છતાં હું નાટક સાથે સંકળાયેલો છું. હું નાટકોનાં મ્યુઝિક કરું છું. હવે એક્ટિંગ છોડી દીધી. મારો સ્ટુડીઓ છે અને બધું મ્યુઝિકનું કામ કરું છું. અને નાટકમાં મને ગીતો બનાવવાનું ખૂબ ગમે છે. સુરતમાં એક ટ્રેન્ડ છે નાટકનો , કે એમાં ગીતો આવે, અને મુકુલભાઈ, રઈશભાઈ, ભગવતીભાઈ, નયનભાઈ આ બધા ગીતો ખૂબ સરસ લખે, પરફોર્મ થાય અને મને પણ કમ્પોઝ કરવાની અને રિકોર્ડ કરવાની મજા આવે.
જલસો : તમારી આ સફર ક્યાંથી શરુ થઈ?
શૌનક પંડ્યા: મારી આ સફરની શરૂઆત મ્યુઝિકથી જ થઈ, હું બારડોલીમાં રેહતો હતો, ત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતા, એ ટીવી પર મેં આશિતભાઈ અને હરીહરનને ગાતા સાંભળ્યા, ત્યાર પછી મારા ઘરમાં હાર્મોનિયમ હતું મેં હાર્મોનિયમ વગાડવાનું અને ગાવાનું ચાલુ કર્યું, અને કોલેજમાંથી નિવૃત્તિ પછી બારડોલીથી સુરત આવ્યોને પછી ધીમે ધીમે સંપર્કો શરુ થયા, ને જ્યોતિભાઈ અને કપિલભાઈ સાથે નાટકો શરુ કર્યા, હોમીભાઈ સંપર્કમાં આવ્યા પછી એમની સાથે નાટકો કર્યા, અને સાથે આકાશવાણીમાં એનાઉન્સર તરીકે જોબ કરતો એ જોબ છોડી દીધા પછી સ્ટુડીઓ શરુ કર્યો, અને સાથે ગાવાનું પણ ચાલુ કર્યું.
જલસો: તમારા સ્ટેજ શો ખૂબ ઓછા થાય છે અથવા તો... તમે નથી કરતા
શૌનક પંડ્યા: (વચ્ચેથી જ અટકાવીને) ના, નથી જ થતા. હું શરૂઆતમાં જ કરતો હતો, હવે હું સ્ટુડીઓમાં કામ કરું છું. અને મને સ્ટુડીઓમાં કામ કરવાનું વધારે ગમે છે,
આ મારા જે કમ્પોઝીશન છે એ ૨૫ વર્ષ પેહલાના કમ્પોઝીશન છે, હું અને મેહુલ (સુરતી) પેહલા સાથે ગાતા હતા, ત્યારે કોઈએ સાંભળ્યા હોય એમ બને.
જલસો: તમારું એક કમ્પોઝીશન અમે અમન લેખડીઆ લાઈવ જેમિંગમાં આવ્યા ત્યારે સાંભળ્યું હતું,"રાજાનું મન રાણીમાં" એનાં વિષે વાત કરો.
શૌનક પંડ્યા: હા, એ કમ્પોઝીશન મેં ૨૨ વર્ષ પેહલા કર્યું હતું, મને અત્યારે એ વાતનો આનંદ છે કે એ કમ્પોઝીશન અત્યારે પણ લોકોને ગમે છે, ગુજરાતીના જાણીતા ગીતો ગવાય અને આ ગીત ગવાય તો લોકોને ગમે છે.
જલસો: શૌનકભાઈ તમે સ્કૂલમાં પણ આમ એક્ટીવ હતા?
શૌનક પંડ્યા: હું બારડોલીમાં ભણ્યો, હું સ્કૂલમાં હતો ત્યારે જરા પણ હું કલ્ચરલ એક્ટીવીટી સાથે સંકળાયેલો જ નહોતો, પપ્પા પ્રિન્સીપાલ હતા , નાનું ગામ હતું , આખા વિસ્તારમાં એકજ કોલેજ હતી, એટલે હું પ્રિન્સીપાલનો એક માત્ર દીકરો . અને હું ભણવા સિવાય બીજું બધું કરતો.
જલસો: જલસોમાં આવીને તમને કેવું લાગ્યું?
શૌનક પંડ્યા: હું તો આ એપ વિશે જાણીને ખુશ થઈ ગયો, આ એપ માં ખૂબ બધા ગુજરાતી ગીતો છે, મારા આ લાઈવ જેમિંગ ના પ્રોમો પછી ઘણા લોકો એ મને પૂછ્યું અને અને ઘણા લોકો મને આ એપ કઈ રીતે ડાઉનલોડ કરવી એ રીતે પૂછ્યું, અને લગભગ ૬૦-૭૦ લોકોએ મને ફોન કરીને ડાઉનલોડ કરી હશે. અને જલસો આ જે ગુજરાતી ભાષાની સેવા કરે છે એ બદલ આખી ટીમને અભિનંદન.