વિદેશ પ્રવાસ કરતાં કરતાં પાસપોર્ટ ભરાઈ ગયા છે મારા!

વિદેશ પ્રવાસ કરતાં કરતાં પાસપોર્ટ ભરાઈ ગયા છે મારા!

જલસો: માયાબેન જલસોમાં આવીને તમને કેવું લાગે છે?

માયા – દીપક: જલસો ટીમ ખરેખર ખૂબ સરસ કામ કરી રહ્યા છે, ખાસ તો લોકો એમ કેહતા હોય છે કે ગુજરાતી ભાષા અસ્ત થવા આવી છે, અહી જે રીતે બધા youngsters ને કામ કરતા જોઉં છું ત્યારે થાય છે કે એ વાત ખોટી છે, ખૂબ જ ખુશીની લાગણી થાય છે.

જલસો: માયાબેન તમે તો અનુભવી છો તમે તમારી નજર સામે બે પેઢીને ઉછરતી જોઈ હશે,  તમને એમ લાગે છે કે ગુજરાતી ભાષા સંગીતથી વધારે લોકો સુધી પહોંચાડી શકાય?

માયા – દીપક: હા , ચોક્કસ સંગીતથી ગુજરાતી ભાષા આગળ આવે જ , પણ તેની પાછળ કેટલાક પરિબળો કામ કરતા હોય છે, જેમ કે ઉત્તમ કમ્પોઝીશન, ઉત્તમ સંગીત અને ઉત્તમ ગાયિકી હોય તો એ સીધું જ હ્રદય સોંસરવું ઉતરી જતું હોયુ છે, આજે અમુક ગુજરાતી ગીતો ૫૦ – ૬૦ વર્ષ થઈ ગયા પછી પણ બધાને ખૂબ ગમે છે.

જલસો: તમે ૮ વર્ષના હતા ત્યારથી તમારી સંગીત શીખવાની શરૂઆત કરી અને વિશારદ કર્યું. તમે કોની કોની પાસે સંગીત શીખ્યા ?

માયા – દીપક: કડીમાં હું રહેતી ત્યાં તો એવો કોઈ સ્કોપ નહોતો, પણ એ વખતે લાયન્સ ક્લબની એક ફિલ્મી ગીતોની  કોમ્પીટીશન હતી, અને ત્યારે હું કઈ શીખેલી નહતી , ત્યારે મને ગાવાનું ગમતું એટલે રોટી કપડા મકાન ફિલ્મનું હાય હાય રે મજબૂરી ગીત ગાયું હતું, અને હું એ કોમ્પીટીશનમાં હું ફર્સ્ટ પ્રાઈઝ જીતી હતી, એમાં એક જજ હતા આર્કાંતભાઈ ખત્રી, એમની નિમણુંક અમારી સ્કૂલમાં થયેલી, પપ્પાને એ મળ્યા પછી એમણે પપ્પાને કહ્યું કે આને મારે ત્યાં સંગીત શીખવા મોકલો, મેં ૪ વર્ષ સંગીત તેમની પાસેથી શીખી, પછી એમની ટ્રાન્સફર થઇ ગઈ, પછી બધે તપાસ કરી કે ક્યાં સંગીત ક્લાસ ચાલે છે?, ત્યારે ખબર પડી કે મહેસાણામાં સત્તુભાઈ જહા અને બલ્કૃશ્નાભાઈ નાયક પાસેથી શીખી અને હું વિશારદ સુધી શીખી, થોડી માહિતી બૃહદ ગુજરાત સંગીત સમિતિના રાવજીભાઈ પાસેથી પણ લીધી, અને નયનેશ ભાઈ જાની પાસેથી કેટલીક ટેકનીકલ માહિતી મળી અને સુગમ સંગીત પણ એમની જ પાસેથી શીખી, રાસભાઈ પાસેથી પણ શીખી અને હજી પણ હું શીખતી જ રહુ છું.

જલસો : માયાબેન તમે લંડનમાં અને ભારત બહાર પણ સંગીતના કાર્યક્રમો કરો છો તો કડી અને મેહસાણામાં રેહતી એક છોકરી આમ મ્યુઝિક ક્વીન બનવા સુધીની સફર કરી, એ કેમનું શક્ય બન્યું?

માયા – દીપક: અમારે ગુજરાત યુનિવર્સીટીમાં સારું ગાઈ શકતા હોય તેવા લોકોને પસંદ કરે અને પછી એ લોકોની સંગીતની શિબિરો થતી, જેમાં દસેક દિવસ ત્યાં રાખે, ઉત્તમ સ્વરકાર હોય કે પછી ગાયક હોય જેમ કે રાસબિહારી દેસાઈ છે કે પછી ગૌરાંગ વ્યાસ આવે અને એ લોકો અમને શીખવાડે, એ દરમિયાન અમારી સાથે સંજય કરીને એક છોકરો હતો એ લંડન ગયો તેણે ત્યાં બધાને કહ્યું કે આ છોકરી સરસ ગાય છે અને, પછી ૮૫ ની સાલમાં હું લંડન ગઈ, એ જમાના માં તબલા અને બીજા વાજિંત્રો વગાડવા વાળા કલાકારો પણ ઓછા, મારે માટે ખૂબ જ નવું શહેર.ત્યાના કાર્યક્રમમાં મારી પાસે ડાયરીમાં ૨૦-૨૫ ગીતો જ લખેલા હતા, પણ એ ટ્રીપે મારી જિંદગી બદલી. અને હજીપણ આજની તારીખમાં પણ મારા પ્રોગ્રામમાં પણ હું કોઈ ફરમાઇશ કલેક્ટ કરી લઉં, સ્ટેજ પર ના રેહવા દઉં, અને એમાંથી દરેક ઓડીયન્સ ક્યાં ક્યાં કઈ વસ્તુ માગે છે, એનાથી ખૂબ મહાવરો થયો અને ખૂબ શીખવાનું મળ્યું, ખૂબ તૈયારી થઇ.પછી જયારે હું ૮૮ માં ગઈ ત્યારે એકદમ તૈયારી સાથે ડાયરીઓ તૈયાર કરીને ગઈ.

જલસો : ૩૨ વર્ષથી તમે વિદેશમાં એક જગ્યાએ પરફોર્મ કરો છો, કેવો પ્રતિસાદ રહ્યો છે ત્યાના લોકોનો?

માયા – દીપક: ખૂબ પ્રેમ મળ્યો છે, ક્યારેક તોહ હું પણ ભાવુક થઈ જાઉં આંખમાંથી આંસુ પડવાનું શરુ થઈ જાય અને ત્યાના લોકો પણ ક્યારેક ભાવુક થઇ જાય અને standing ovation આપે.

જલસો : માયાબેન તમે ભજન, લગ્નગીતો, સુગમ સંગીત, ગઝલ, બધું જ ગાઓ છો, તો માયાબેનનો પ્રિય Zoner કયું ? તમને શું વધારે ગાવું ગમે? સંભાળવું ગમે?

માયા – દીપક: મને ગુજરાતીગીતો ગમે જ , આપણી માતૃભાષા છે, પણ મને હિન્દી ગીતો સંભાળવા ગમે છે, એ લોકો એ સુંદર કામ કર્યું છે, એનાથી ગાયિકી અને પ્રોનાઉન્સિએશનસ્ સુધરે છે એવું મારું માનવું છે.

Loading image...

 

 

 

 

 

 

 

 

 

 

 

 

જલસો: તમે ઘણા બધા ગીતો અને ગઝલ ના એવા કાપોઝીશન ગાયા છે જે પેહલા કોઈએ નથી ગાયા, તો તમારા મતે એક કલાકાર માટે કવિતાની ઓળખની સૂઝ કેટલી જરૂરી છે?

માયા – દીપક: કલાકાર માટે બે વસ્તુ તો ખરેખર જરૂરી છે, કવિતાની ઉત્તમ પસંદગી, કાવ્ય તત્વ , અને કમ્પોઝિશન.

જલસો: તમારું એક ઈનોવેટિવ આલ્બમ છે, “મોક્ષ”,  એના વિષે કંઈક વાત કરો.

માયા – દીપક: આ લગભગ ૨૦૦૬ - ૦૭ ની વાત છે, એમાં એમ હતું કે લંડનમાં મારો કાર્યક્રમ હતો, ત્યારે એ ત્યાના કેટલાક મ્યુઝીશિયન પણ હતા મારી સાથે, ત્યાના કોઈ વ્યક્તિ જે ત્યાના crematorium માં વગાડવા માટે મારી પાસે એ લાઈવ કાર્યક્રમની સીડી માંગી, અહી crematorium માં કોઈ ડેડબોડી આવે ત્યારે વગાડી શકાય તેવી છે, પણ આમ લાઈવ કાર્યક્રમના પરફોર્મન્સની સીડી જાતે સાંભળ્યા વગર હું કોઈને આપું નહિ, ત્યારે મેં તેમને ના પાડી, પણ મેં કહ્યું કે હું નેક્સ્ટ ટાઈમ આવીશ ત્યારે ચોક્કસ એક સીડી લેતી આવીશ. ત્યારથી મારા મગજમાં વિચાર હતો કે સમાજ માટે કોઈ એવું આલ્બમ કરવું છે કે જયારે કોઈનું મરણ થાય ત્યારે બેસણામાં વગાડવા જે ગીતો જોઈએ એ જુદી જુદી સીડીમાંથી મળે પણ એકજ સીડીમાંથી મૃત્યુ પછી વગાડવા લાયક ગીતો કે ગીતાજીના અધ્યાયના શ્લોકો નું કમ્પાઈલેશન કર્યું, હું શાસ્ત્રીજીઓ પાસે સંસ્કૃતના ઉચ્ચારણો શીખી અને પછી રેકોર્ડ કર્યા, હરીશભાઈ ભીમાણી પાસે કમ્પાઈલેશન કરાવડાવ્યું,

જલસો: તમારી 'માયા – દીપક' નામે ઓળખ છે. આ જ નામથી ઓળખાવાનું કોઈ ખાસ કારણ?

માયા – દીપક: લગ્ન પેહલા મારું નામ માયા પટેલ હતું, હું પરણીને આવી એટલે મારું નામ માયા પંચાલ થયું. મારા પતિ દીપક પંચાલ. માયા પંચાલ કરીને એક ફોક આર્ટીસ્ટ હતા, એટલે મને આવી કોઈ ખબર નહતી. પછી કોઈએ મને કહ્યું કે એક કાર્યક્રમ હતો ત્યાં માયા પંચાલ નામ લખેલું હતું એટલે એ લોકો મારી રાહ જોઇને બેસી રહ્યા હતા, પછી એ ગીત આવ્યું ત્યારે ત્યાં કોઈક બીજા જ માયાબેન નીકળ્યા, અને આમ તો ના કેહવાય પણ જ્યારે એ માયાબેન ગુજરી ગયા ત્યારે પેપરમાં આવ્યું હતું કે માયાબેન ગુજરી ગયા એમ ત્યારે મારા ઘરે પણ ફોન આવેલા, પછી ખબર પડી કે માયા પંચાલ કરીને બીજા પણ ગાયિકા છે, એટલે મને ગમતું નામ અને મારી પાછળ મારા હસબન્ડ નો સપોર્ટ અને ભોગ પણ એટલે પછી મેં મારું નામ માયા દીપક જ કરી નાખ્યું,

જલસો: માયા દીપક ને માયા દીપક તરીકે એસ્ટાબ્લીશ કરવામાં દીપકભાઈ નો કેટલો ફાળો?

માયા – દીપક: ખૂબ જ... કારણ કે એવું નથી કે, હું મારો દીકરો મોટો  થયો પછી હું લંડન અને બીજા બહારના કાર્યક્રમો કરતી પણ, લગ્ન થયા એના પછીના વર્ષે પણ હું ગઈ, મારો દીકરો એક વર્ષનો હતો ત્યારે પણ હું કાર્યક્રમો કરતી, ત્યારે એને સાચવવા થી માંડીને એ ભણતો થયો ત્યારથી એની બધી કાળજી  પણ દીપક જ રાખતો, ઘણી વાર ૩ – ૪ મહિના પણ બહાર રેહવાનું થાય, તો ઘરની બધી જવાબદારીઓ દીપકે જ સંભાળી હતી. ઘણા કહેતા હોય છે ને પુરુષની પ્રસિદ્ધિમાં સ્ત્રી નો હાથ હોય છે પણ મારા કેસમાં તદ્દન ઉલટું છે, મારી સફળતા અને પ્રસિદ્ધિમાં દીપકનો હાથ છે.

જલસો: માયાબેન અંદાજે તમે ૨૦૧૮ સુધીમાં કેટલા વિદેશ પ્રવાસો કર્યા હશે ?

 

માયા – દીપક: (ખડખડાટ હસતાં) પાસપોર્ટ ભરાઈ ગયા છે બધા... એટલા વિદેશ પ્રવાસો થયા છે,

જલસો: તમારા ઘણા બધા આલ્બમ્સ છે તમે ખૂબ ગુજરાતી ગીતો ગાયા છે, હિન્દી ગીતો પણ તમે ગાવ છો, તમને ક્યારેય હિદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ જવું એવો કોઈ વિચાર આવેલો?

માયા – દીપક: હા મને થતું કે હું પણ મુંબઈ જઈને રહું અને ત્યાં કામ કરું, પણ , જેને મારા માટે ભોગ આપ્યો છે એ લોકોનું શું? કારણકે એ વખતે મારો દીકરો પણ ભણતો હતો અને દીપકને પણ નોકરી ચાલુ હતી એટલે જ્યારે સમય અને ચાન્સ મળશે ત્યારે એ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરીશ, પણ મારી જે કર્મભૂમિ છે ત્યાં પણ મને ખૂબ જ નામ મળ્યું છે, મેં રોયલ આલ્બર્ટ હોલમાં પણ પરફોર્મન્સ આપ્યું છે કે જ્યાં ભારત ના ગણ્યા ગાંઠ્યા લોકો જેવાકે જગજીતસિંહ , લતાજી જેવા લોકોને જ પર્ફોમન્સ આપવા મળે ત્યાં મેં અનુપ જલોટા સાથે પરફોર્મ કરવાનો ચાન્સ મળ્યો, ત્યાં બ્રિટીશ પાર્લામેન્ટ તરફ થી આર્ટ અને કલ્ચરનો અવાર્ડ મળ્યો છે, અને બીજા ઘણા અવોર્ડ મેળવ્યા છે. નેમ – ફેમ બધું મળ્યું છે.

જલસો: ઘાયલની મસ્તી કરીને તમે ઘાયલ સાહેબ ની ગઝલ નું આલ્બમ કર્યું છે એ વિચાર ક્યાંથી આવ્યો?

માયા – દીપક: મને થયું કે આપણી – મારી ભાષામાં પણ કૈક હટકે મ્યુઝિક સાથે ગઝલનું આલ્બમ કરવું છે, એટલે મેં મારા ગુરુ ને વાત કરી, જેમની પાસે હું હાર્મોનિયમ ની કેટલીક ટેકનીક્સ શીખી, જે કાન્તીભાઈ સોલછાત્રા, જેમણે મને સરસ કોમ્પોઝીશન કરી આપ્યા, આ કાંતિભાઈ અને અમૃત ઘાયલ સાહેબ બંને મિત્રો,એ બંને રાજકોટમાં રેહતા એ લોકો ખૂબ સાથે બેસતા, એ કાંતિભાઈએ ઘાયલ સાહેબની કેટલીક ગઝલ મને કમ્પોઝ કરી આપી, અર્રેન્જીગ પણ એમણે કર્યું અને મુંબઈના કલાકારો પાસે વગાવડાવ્યું. અને ખૂબ સરસ એ આલ્બમ બન્યું.

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's