અલૌકિક વિશ્વની પ્રતિતી કરતાં અને કરાવતા લોકકલાકાર - હેમંત ચૌહાણ અને ગીતા ચૌહાણ

અલૌકિક વિશ્વની પ્રતિતી કરતાં અને કરાવતા લોકકલાકાર - હેમંત ચૌહાણ અને ગીતા ચૌહાણ

જલસો : તમે અત્યાર સુધી જે કઈ પણ ગાયું એ કયા ક્ષેત્રમાં ગાયું છે?

હેમંત ચૌહાણ : મેં ભજનો – ગરબા જ ગાયા છે, જેમકે અંબા માતાજી ના ગરબા હોય તો એની લગભગ ૨૫ સીડીઓમાં ગાયું હોય એમ બન્યું છે.

જલસો : તમે ભક્તિ સંગીત સિવાય બીજું કંઈ ગાયું છે ?

હેમંત ચૌહાણ : ના, ભક્તિ સંગીત સિવાય એક ગીત નથી ગાયું મેં, મેં ગાવાનું શરુ કર્યું ત્યારથી જ મારો દ્રઢ નિર્ણય હતો કે મારે ભક્તિ સંગીત જ ગાવું છે.

જલસો : તમે જેમ જણાવ્યું કે તમે ફક્ત ભજન કે ભક્તિ સંગીત જ ગાવ છો, જેના કારણે તમે ઘણા બધા મંદિરોમાં અને શ્રદ્ધા વાળી જગ્યાઓ એ ગાયું હશે, ક્યાંય કંઈ કોઈ એવો અલૌકિક અનુભવ થયો હોય એમ કશું બન્યું છે?

હેમંત ચૌહાણ : આપણે આપણી જ અંદર મસ્ત થઈને કોઈ ભજન ગાઈએ ત્યારે આવો અનુભવ થાય છે,

શૂન્યાવકાશમાં અંદર પ્રવેશ કરતા હોય એવો અનુભવ થાય, ક્યારેક વિચાર શૂન્ય અવસ્થામાં એમ બને કે હળવાશ અનુભવાય, એકવાર એક સેકન્ડ માટે એવું અનુભવ્યું હતું, ત્યારે બાજુમાં બેઠેલા ભરતને પૂછ્યું’તું કે “મારો રામસાગર કોઈએ ખેંચ્યો કે શું ?”

આમ ખૂબ હળવાશ અનુભવાય, આમ હવામાં તરતા હોય એવું લાગે, અને અમુક કક્ષા ભજનની એવી આવી જાય ને કે ભજનમાં લીન થઈ જઈએ પછી કઈ ખબર ના પડે, મ્યુઝીકના પાર્ટ પણ ઓછા થઈ જાય, અને તબલા એના સૂર સાથે મેચ થાય છે કે કેમ એ બધુય ભૂલાઈ જાય.

 

Loading image...

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

જલસો : તમને કેવું સંગીત સાંભળવું ગમે?

હેમંત ચૌહાણ : સુગમ સંગીત , ફિલ્મી ગીતો પણ સાંભળવું ગમે, સમય મળે ત્યારે હું સાંભળું, રફી સાહેબને સાંભળવા ગમે.

જલસો : તમે ગુજરાતી ગાયક કલાકારોમાંથી કોને સાંભળવાનું પસંદ કરો ?

હેમુ ગઢવી, દિવાળીબેન ભીલ, યશવંતભાઈ ભટ્ટ, કનુભાઈ બારોટ,પ્રફુલ્લ દવે, આ લોકો મને સંભાળવા ગમે.

જલસો : તમારી સંગીત શીખવાની શરૂઆત ક્યાંથી થઈ?

ગીતા ચૌહાણ : સંગીતની શીખવાની શરૂઆત ક્યાંથી થઈ એ તો ખબર નથી પણ નાની હતી ત્યારથી જ સંગીતનું વાતાવરણ ઘરમાં હતું, જેના કારણે સંગીત વારસામાં આવ્યું.

જલસો : તમે પહેલ્લી વાર ક્યારે સ્ટેજ શો કર્યો ?

ગીતા ચૌહાણ : હું નાની હતી ત્યારથી જ ગાતી, કોઈ ફેમેલી ફંક્શન હોય કે પપ્પા સાથે ગઈ હોઉં ત્યારે પપ્પા એ કહ્યું છે એટલે ગાવાનું... એટલે નાનપણથી જ સ્ટેજ પર ગાયું છે.

 

જલસો : તમે હેમંત ચૌહાણની દિકરી છો, એટલે તમારે આવું ગાવું જ પડશે કે એવું કોઈ પ્રેશર રહ્યું છે ?

ગીતા ચૌહાણ : ના , એવું ક્યારેય થયું જ નથી,

પ્રેશર ત્યારે જ લેવાય કે ત્યારે જ આવે જ્યારે આપણે કોઈ સાથે કોમ્પીટીશનમાં હોઈએ, મારી કોમ્પીટીશન મારી સાથે છે, મને ફાવે છે મને આવડે છે ઈ સો એ સો ટકા શ્રોતાઓ સુધી પહોચાડી શકું તો ઉત્તમ.

જલસો : તમારા ગમતા ગાયકો ?

ગીતા ચૌહાણ : દિવાળીબેન ભીલ, ગાર્ગીબેન વોરા, પીયુબેન સરખેલ, લતા – આશા – ઉષા આ ત્રણેય બહેનો પણ મને સાંભળવા ગમે.

જલસો : હેમંતભાઈ તમને ભજનોનું ઘણું બધું જ્ઞાન છે એ તમે રિસર્ચ કરીને મેળવ્યું કે કોઈની પાસેથી જાણ્યું ?

હેમંત ચૌહાણ : રિસર્ચ અને પરંપરા પણ બંને,

મારા દાદા, મારા પપ્પા, મારા કાકા બધા ગાતા, એમની પાસેથી શીખ્યો , અને ભજનના કારણે સંતો ને મળવાનું થતું, એમની સાથે રહીને કેટલુંક શીખવા મળ્યું, મેં જુના ભજનોના પુસ્તકો વસાવ્યા, હજી પણ હું જે તે ઓથેન્ટિક પુસ્તક કે વ્યક્તિઓની મદદ પણ લઉં. 

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's