એક એવી struggle જે ચોક્કસપણે સફળતા લાવે છે.

એક એવી struggle જે ચોક્કસપણે સફળતા લાવે છે.

જલસો: કૌશલ, તમારી સંગીતની સફર ક્યાંથી શરુ થઈ? કેટલા વર્ષના હતા તમે?

કૌશલ : હું બાર વર્ષનો હતો ત્યારથી મેં ગાવાની શરુઆત કરી હતી, અને એ પણ સ્કૂલમાંથી, સ્કૂલમાં નાના – મોટા કાર્યક્રમોમાં હું ગાતો. જ્યારે હું દસમાં ધોરણમાં હતો ત્યારે મને મારા સ્કૂલના મ્યુઝિક ટીચરે મને કહ્યું, ‘સંગીત બંધ ના કરતો, ગાવાનું ચાલુ રાખજે. પછી મેં ૧૦ ધોરણથી સંગીત શીખવાની શરૂઆત કરી.

જલસો : તમે કોની પાસેથી સંગીતની તાલીમ લીધી?

કૌશલ : નયન સર (નયન પંચોલી) પાસેથી. નયન પંચોલી સર પાસે મેં સંગીત શીખવાની શરૂઆત કરી. પછી હું  આશિત ભાઈ પાસે પણ શીખ્યો.

જલસો : નયનભાઈ (પંચોલી) સાથેની કોઈ યાદગાર વાત?

કૌશલ: અમે લોકોએ સાથે એક નવરાત્રી કરી હતી, નયનભાઈ , હું , ગાર્ગીબેન , તેજલ અને ધ્રુવીશ.

જલસો : સંગીત અને ભણતર બંનેમાંથી શેમાં વધુ લગાવ?

કૌશલ : સંગીત પ્રત્યે તો લગાવ તો ખરો જ પણ  મને સંસ્કૃત ભાષા પ્રત્યે પણ ખૂબ લગાવ છે, હાલ હું સંસ્કૃત માં બેચલર્સ કરું છું, આગળ માસ્ટર્સ પણ કરીશ.

જલસો: સ્કૂલમાં તમે કેવા હતા ?

કૌશલ: તેલ નાખેલું ચપ્પટ માથું ઓળેલું હોય, સ્કૂલડ્રેસ પણ ખૂબ વ્યસ્થિત , અને રોજ સવારે સમયસર પ્રાથનામાં પોહચી જવાનું. એ વખતે થતું કે રોજ સવારે પ્રાથના તો મારા અવાજથી જ થવી જોઈએ.

Loading image...

 

 

 

 

 

 

 

 

 

 

 

 

જલસો : તમારા કોઈ ખાસ શોખ ?

કૌશલ : મને વાંચવાનું ખૂબ ગમે, એકવાર ચોપડી હાથમાં લઉં પછી એ પૂરેપૂરી વાંચે જ છૂટકો, પછી એ નવલકથા હોય કે કાવ્યસંગ્રહો હોય, કંઈપણ. મને ખાસ કરીને ધ્રુવ ભટ્ટને વાંચવા ગમે.

જલસો : ગમતા કવિ?

કૌશલ : રમેશ પારેખ

જલસો : ર.પા ની ગમતી રચના ?

કૌશલ : ‘મન પાછળ’ અને ‘ગઢને હોંકારો તો...’ મને ગમતી રચનાઓ. ‘ગઢને હોંકારો તો...’ જે હું વધારે ગાવાનું પસંદ કરું છું, મને એની શબ્દ રચના અને કમ્પોઝીશન બંને ખૂબ ગમે છે. મારે એક વાત શેર કરવી છે કે, હું યુથ ફેસ્ટીવલમાં ભાગ લેતો, જેમાં એ સમયે મારી સાથે સ્પર્ધામાં હું, બલરાજ, રાગ અને અર્પિતા અમે ચાર એકબીજાને ટક્કર મારીએ એવા સ્પર્ધકો હતા,અમે ખૂબ સારા મિત્રો પણ છીએ. એમાં મારે જો પ્રથમ ૩ માં સ્થાન લેવું હોય તો ઉત્તમ ગાવું પડે. મને યાદ છે અર્પિતાએ એ વખતે ‘દશે દિશાએ’ ગાયું હતું,  બલરાજે ‘બંધ પરબીડિયા માંથી...’ ગાયું હતું, રાગે ‘રહસ્યોના પડદાઓ’  રચના ગાઈ હતી, અને મારે ખૂબ સરસ ગીત સિલેક્ટ કરવાનું હતું, અને મેં દિવ્યાંગભાઈ નું કમ્પોઝ કરેલું ‘ગઢને હોંકારો તો...’ ગીત ગાયું હતું અને હું વિનર્સમાં ટોપ ૩ માં હતો.

જલસો: તમારે માટે ‘જલસો’ એટલે ?

કૌશલ: મારે માટે 'જલસો' એટલે ધબકતું ગુજરાતીપણું.

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's