ચહેરામાં જેટલી સામ્યતા તેટલી જ સામ્યતા અવાજમાં પણ

ચહેરામાં જેટલી સામ્યતા તેટલી જ સામ્યતા અવાજમાં પણ

જલસો : જગદીપભાઈ, ૧૯૭૬થી તમે તમારું ઓરકેસ્ટ્રા ચલાવો છો,પણ એની મૂળ શરૂઆત ક્યાંથી થઈ?

જગદીપભાઈ: સંગીત અમને વારસામાં મળ્યું છે, મારા પપ્પા પણ કલાકાર છે,એ પોતે પણ એકોર્ડિયન અને કી-બોર્ડ વગાડે છે, ૧૯૭૬થી અમે અમારું ‘ગોલ્ડન ચિઅર્સ’ નામનું ઓરકેસ્ટ્રા ચલાવીએ છીએ. અમારો એવો કોન્સેપ્ટ હતો કે બધાને સાથે લઈને ચાલીએ, ખાસ કરીને નવરાત્રીમાં એમ કેહવાય કે ગરબા ગ્રુપમાં ગવાય, એ આખો કોન્સેપ્ટ અમે શરુ કર્યો. મારા લગ્ન પછી અમારે બે દિકરીઓ આવી, મોસમ મલકા. હવે તો દિકરીઓ પણ અમારી સાથે જોડાઈ છે. મારો દીકરો પણ સંગીત ક્ષેત્રે કામ કરે છે, આમ અમારું આખું કુટુંબ આમાં સંગીત ક્ષેત્રમાં પ્રવૃત છે. ગૌરાંગભાઈ,આશિત ભાઈ, પુરુષોત્તમભાઈ સાથે ઘણું કામ કર્યુ છે, લગભગ ૮૦ ની સાલથી આકાશવાણી અને દૂરદર્શન સાથે કામ કરવાની શરૂઆત થઈ, અને આમ સફર ચાલુ છે,

જલસો: ગુજરાતી સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત, લોક સંગીત, લગ્નગીતો, આ બધા સંગીત માં કયું સંગીત વધારે ગમે?

મોસમ – મલકા: આમ તો સંગીત બધું જ ગમે, પણ ખાસ કરીને ગુજરાતી લોકગીતો  વધારે ગમે, એનો તાલ , એના શબ્દો , ખાસ કરીને ગુજરાતી સંગીતના instrumment વધારે આકર્ષે છે,

જલસો : તમને નાનપણથી જ સંગીતમાં રસ હતો કે વાતારણ સંગીતનું મળ્યું એટલે રસ કેળવાયો?

મોસમ – મલકા : હા, વાતાવરણ તો સંગીતનું રેહતું એ મુખ્ય કારણ તો ખરું જ, પણ અમે લોકો સ્કૂલમાં સ્પર્ધાઓમાં ભાગ લેતા અને આમ સંગીતમાં રૂચી હતી.

જલસો : આ આમ જુડવા બહેનો હોવાના કારણે આ મોસમ અને આ મલકા છે, એમાં કઈ confusion થયું હોય સ્કૂલમાં  કે એવો કોઈ કિસ્સો ખરો?

મલકા – હા, એવું સ્કૂલમાં બહુ થતું , કે તોફાન હું કરું ને અંગુઠા મોસમ એ પકડવા પડે, કારણ કે મારું નામ જલ્દી કોઈ ને યાદ ના રેહતું અને હા, એવું થતું...

જલસો : હોમવર્કમાં કંઈ?

મોસમ – મલકા : (ખડખડાટ હસીને ) એ તો અમે કરતા જ ન હતા...

જલસો : તમે જે સંગીત શીખ્યા છો , એમાં કઈ એવો અનુભવ થયો કે ભાષા છે એના કરતા સંગીત લોકો ને વધારે connect કરે છે કે પછી ?

મોસમ – મલકા : હા, ચોક્કસ.

જલસો : તમને એવું ક્યારેય થયું કે આ બધું જ જે કરીએ છે એ મુકીને ફક્ત સંગીત પર વધારે ફોકસ કરીએ.?

મોસમ – મલકા : હા, ચોક્કસ.

જગદીપભાઈ: આ મારી દીકરીઓ એ  બી.એ કર્યું , એમ એ કર્યું , એમ ફિલ  કર્યું, અત્યારે સંગીત માં પીએચડી કરે છે, મલકા ભવાઈ ઉપર પીએચડી કરે છે અને મોસમ સ્પિરિચ્યુઅલ મ્યુઝીક પર પીએચડી કરે છે, યુનિવર્સીટી ફર્સ્ટ - સેકેન્ડ છે, આ બંને એ ભણવાની સાથે સાથે સંગીતને એડેપટ કરેલું છે.

Loading image...

 

 

 

 

 

 

 

 

 

 

 

 

જલસો : તમને એવું ક્યારેય થયું કે ભણવામાં મજા નથી આવતી, આપણે સંગીત કરીએ?

મોસમ – મલકા : હા અત્યારે પણ એવું જ છે, સંગીત આગળ છે.

જલસો : તમે નાટક ભવાઈ , સંગીત બધા ક્ષેત્રમાં કામ કર્યું છે , તો કોની કોની  સાથે કયા કલાકારો સાથે તમે કામ કર્યું છે ?

મોસમ – મલકા : અર્ચનભાઈ, નિસર્ગ ભાઈ , સૌમ્ય જોશી , નીમેશભાઈ , રજુ બારોટ સાથે એમ ઘણા બધા સાથે કામ કર્યું છે.

જલસો : રુચિરભાઈ, તમે સંગીતની શરૂઆત ક્યાંથી કરી?

રુચિર : આમ તો નાનપણ થી જ ગાવાનું ગમતું અને ચોથા ધોરણ માં હતો ત્યારથી સંગીત ના ક્લાસ જોઈન કર્ય હતા , બસ ત્યારથી ગાવાનું શરુ થયું.

જલસો : તેજસભાઈ, સંગીત ક્ષેત્ર માં તમારી શરૂઆત કઈ રીતે અને ક્યાંથી ?

તેજસ : હું મૂળ ભાવનગર નો , મારા ફેમેલીમાં કોઈ ને સંગીત આવડે નહી, પણ મારા નાના હાર્મોનિયમ વગાડતા, મેં ભાવનગર માં જ્વલંત ભટ્ટ પાસેથી તબલાની તાલીમ લીધેલી , વિશારદ પણ કર્યું, વડોદરા માસ્ટર ડીગ્રી કર્યું. અને આમ સંગીતની શરુઆત થઈ.

જલસો : મોસમ – મલકા તમે બંને જણા સાથે જ ગીતો ગાવ છો, તમારી ગાયનની હરકતો પણ સાથે જ હોય છે, હાથ પણ સૂર ના લયમાં સાથે જ એકસરખી રીતે થાય છે, તો આમ ક્યારેય બન્યું છે ખરું કે, તમારા બે માંથી કોઈએ ગાવામાં કંઈ ભૂલ કરી હોય , લોચો માર્યો હોય અને કોઈ બીજું ઝડપાઈ ગયું હોય?

મોસમ – મલકા: (હસતા હસતા) હા, થયું છે ને , અમે ભૂલો કરીએ એ પણ સાથે જ કરીએ એવું પણ થયું છે. પણ ગાતા ગાતા છુપાઈ પણ જાય, કોઈને ખબર પણ ના પડે, પણ પપ્પા અને બીજા જે ગ્રુપના અંદર અંદરના લોકોને તો ખબર પડી જાય.

જલસો : 'જલસો' વિષે કંઈક...

મોસમ-મલકા : જલસો અમારી સૌથી વધુ ગમતી application છે. અમે જ્યારે પણ bore થઈએ છીએ ત્યારે ગુજરાતી music માટે જલસો જ prefer કરીએ છીએ.

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's