મૂળે ગુજરાતનાં પણ મુંબઈ રહેતાં, ઉભરતા યુવા કલાકાર.

મૂળે ગુજરાતનાં પણ મુંબઈ રહેતાં, ઉભરતા યુવા કલાકાર.

જલસો : અક્ષત, એક સામાન્ય બાળક થી લઈને એક ગાયક સુધી કઈ રીતે પહોંચ્યા?

અક્ષત: આમ તો હું એટલો fortunate છું કે મારો એવા પરિવારમાં જન્મ થયો કે, જ્યાં ત્રીજી પેઢીમાં પણ શાસ્ત્રીય સંગીત વારસામાં મળ્યું છે, મારા દાદા કૃષ્ણકાંત પરીખ જેમની પાસે ગુજરાતના કેટલાક કલાકારો છે જે સંગીત શીખ્યા અને ખ્યાતિ પામ્યા, એ પોતે શિક્ષક અને ગાયક કલાકાર પણ હતા, અને મારા father નીરજ પરીખ પણ શાસ્ત્રીય ગાયક છે, તો હું નાનો હતો ત્યારથી જ સંગીતનો માહોલ મારી આસપાસ હતો, અને સંગીત સાંભળવાનું નાનપણથી જ મળ્યું છે એટલે લગભગ ૭ – ૮ વર્ષનો હોઈશ ત્યારથી ગાવાનું શીખવાનું શરુ કર્યું. અને એમાં પણ એવું નથી ક આમ પ્રોપર બેસીને હું શીખ્યો હોઉં એવું પણ મને યાદ નથી, મારા દાદા પાસે રેહ્વાનો મને મોકો મળ્યો, દાદા પાસે રહીને ઘણું શીખ્યો, એમને સાંભળી સાંભળીને, અને જેમ મોટો થયો અને મને લગભગ ૨૦૧૨ માં પંડિત જસરાજજી સાથે સંગીત શીખવા મુંબઈ જવાનું થયું, એમની પાસે અને પંડિત રતન મોહન શર્માજી સાથે પણ શીખવાનું મળ્યું, આવા ગુરુઓ પાસે મને જે જાણવાનું – શીખવાનું મળ્યું એજ મોટી વાત છે, અને મને પણ લાઈટ વોકલ માં રુચી વધારે છે, આ દરમિયાન પુરુષોત્તમ ભાઈ પાસે પણ શીખવાનું મળ્યું, હજી પણ શીખું છું, મારા કાકા હરીહરનજી સાથે તબલા વગાડતા,  એ પોતે પણ ગઝલ ગાતા, એ અલગ રંગ મને ત્યાંથી પણ જાણવા મળ્યો, મેં ઘણું બધું સાંભળ્યું છે, ૨૦૧૨ થી હું મુંબઈમાં જ સ્થાયી થયો, ગૌતમ મુખર્જી પાસે હું વોઈસ કલ્ચર ની તાલીમ લઉં છું, અને શીખવાનું મારું ચાલુ જ છે, અને આમ આવી જર્ની રહી છે.

જલસો : તમે જસરાજજી પાસે તાલીમ લીધી છે. જસરાજજી વિશે સાંભળ્યું છે કે , એ તરત કોઈને શિષ્ય તરીકે સ્વીકારતા નથી, તરત નથી શીખવતા.

તો પછી તમે ?

અક્ષત: હા એ પ્લસ પોઈન્ટ છે મારે માટે કે , હું જન્મ્યો ત્યારથી તેઓ મને ઓળખે છે, એક તો દાદાના કારણે અને મારા પપ્પા પણ એમની પાસેથી સંગીત શીખ્યા, મને એ એમના grand son તરીકે એ મને always જોવે છે ,  અને એમના ખોળામાં મોટો થયો એમ પણ કહી શકાય, અને હું સાઉન્ડ એન્જીન્યર્રીંગ કરતો હતો, ત્યારે એ વખતે મને ઓડીઓ એન્જીન્યર્રીંગ શીખવાનો મને ક્રેઝ હતો , એમને ત્યાં બધા સેસન્સ ના રેકોર્ડીંગ, મ્યુઝીકના રેકોર્ડીંગ હું કરતો , એ વખતે મને થતું કે અલ્ટીમેટ હીરો તો singer છે જે endમાં આવે છે અને ગાઈ ને જતા રહે અને બધી ક્રેડીટ એમને મળે, પછી મને થયું કે મને મ્યુઝીક કરવું છે અને ગાવું જ છે એમ નક્કી જ કરી લીધું. અને પચ્ચી જસરાજજી મુંબઈ લઇ ગયા, અને મુંબઈ મ અફક્ત મ્યુઝીક પર જ ફોકસ કરી શક્યો, અને  પં.રતન મોહનજી સાથે રહ્યો, ગુરુ શિષ્ય પરંપરા ની જેમ... ગુરુકુળ ની રીતે જ શીખવા મળ્યું.

જલસો : આ મ્યુઝીક ના ફોકસ માં ક્યાંય ભણતર આઉટ ઓફ ફોકસ થયું હોય એવું કઈ બન્યું ?

અક્ષત: મેં બી કોમ કર્યું પછી મેં પપ્પા ને કહ્યું કે મારે એમ બી એ કરવું છે, ત્યારે પપ્પાએ મને કહ્યું કે, તું તારો સમય એમાં આપીશ પછી અમુક વર્ષો પછી તને position લેવલ મળશે અને પછી એ કરીશ, પણ જો તું ગાયક બને તો એ વધારે સારી રીતે કરી શકીશ, મને સાઉન્ડ એન્જીન્યરીગ માં મજા ના પડી, અને પછી મેં એ છોડી દીધું, મને થાય કે આ ગાવામાં થાક નથી લાગતો, તો ગાવાનું કામ કરવું, 

જલસો : તમે આમ ભણવામાં કેવા હતા?

અક્ષત: હું આમ તો પહેલ્લે થી મૂડી રહ્યો છું ભણવાની બાબતમાં , ભણવું હોય તો જ ભણું, ના ભણવું હોય ત્યારે ના જ ભણું.

જલસો : આમ આના કારણે માર પડ્યો હોય એવું કઈ ?

અક્ષત: (હસતા – હસતા) હા, ચોક્કસ માર પડ્યો જ હશે, સોએ સો ટકા... પણ સ્કૂલના સમયમાં સ્કૂલમાં બધાને ખબર ક પપ્પા ગાયક છે એટલે મને પણ આવડતું જ હશે, અને સ્કૂલમાં હું ગાતો, હું સી.એમ માં ભણ્યો એટલે સ્કૂલમાં ઘણી એક્ટીવીટી થતી એમાં પણ હું ભાગ લેતો, અને આરતી મુનશી મારા શિક્ષક હતા, અને અમારે ત્યાં પ્રાથના રૂમ હતો, જેમાં અમે વિદ્યાર્થીઓ ભેગા થતા અને પ્રાથના ગાતા, અમારે ત્યાં પરફોર્મન્સ આપવાનું થતું અને ત્યારે ખબર પડી કે અચ્છા સ્ટેજ પર્ફોર્મન્સ આને કહે છે, અને એમ સ્કૂલમાંથી જ development થયું, લગભગ ૮૦૦ વિદ્યાર્થીઓ સામે ગાવાનું.

Loading image...

 

 

 

 

 

 

 

 

 

 

 

 

જલસો : Official પહેલો સ્ટેજ શો ક્યારે કર્યો ?

અક્ષત: દર્પણ એકેડમીમાં , મલ્લિકા બેનને ત્યાં. કોઈ ફંક્શન હતું જેમાં બધા યંગ છોકરાઓ એ પરફોર્મ કરવાનું હતું , મારા કાકા એ મને ગીત તૈયાર કરાવેલું, મને યાદ છે માલકૌંસ રાગ નું ગીત ‘મંદર દેખ ડરે સુદામા’ ગાવાનું હતું.

જલસો : જમવાનું – ખાવાનું શું ગમે ?

અક્ષત: મને ચીઝ ખૂબ ભાવે. મને ફરવાનું પણ ખૂબ ગમે જ્યાં જાઉં ત્યાંનું સ્પેશીયલ શું છે એ શોધી લઉં અને ત્યાં ખાવા જઉ.

જલસો: તમે ખૂબ ફર્યા છો તો તમને આમ કઈ જગ્યા પોતીકી લાગે ?

અક્ષત: અમ્મ્મ... હું યુ.એસ., સિંગાપોર ફર્યો છું, પણ આમ ઇન્ડિયા જેવી મજા ક્યાંય નથી.

જલસો: અંતમાં સંગીત અને 'જલસો' બે વિશે આપ શું  માનો છો ?

અક્ષત: સંગીત અને જલસો બેય એકબીજાના પૂરક છે , સંગીત છે તો જલસો છે અને જલસો એપ છે તો સંગીત છે, આપને ત્યાં જ્યાં જલસો છે, મજા કરવાની છે ત્યાં સંગીત હશે જ.

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's