ધંધો textileનો. ગાયકીનાં શોખે ગુજરાતનાં જાણીતા singer બનાવ્યા

ધંધો textileનો. ગાયકીનાં શોખે ગુજરાતનાં જાણીતા singer બનાવ્યા

જલસો : અમન લેખડિયા થી લઈને singer અમન લેખડિયા સુધી પહોંચવાની સફર ક્યાંથી શરુ થઈ ?

અમન: મારું ફેમેલી બિઝનેસ ક્લાસ ફેમેલી છે, અમારો સુરતમાં ટેક્ષ્ટાઇલ્સનો બિઝ્નેસ છે, અને એક દિવસ પેપરમાં કોઈક સ્પર્ધાની એડ આવી હતી , હિન્દી ફિલ્મી ગીતો ની. જેમાં fortunetly મારો પહેલો નંબર આવ્યો. જ્યારે મારી ઉંમર ૧૨ વર્ષની હતી, અને ત્યારથી સફર શરુ થયી, ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો, અને લગભગ ૧૯૯૫થી  સુગમ સંગીત ગાવાની શરૂઆત કરી, મેહુલભાઈ (સુરતી) સાથે, એમની સાથે ઘણા સુગમસંગીતના કાર્યક્રમો કર્યા, નવા કંપોઝીશન મેહુલભાઈ કરે એ મેં ગાયા, અને ત્યારથી લઈને અત્યાર સુધી સંગીત ની સફર ચાલે છે.

જલસો: તમારો ટેક્ષ્ટાઇલ્સનો બિઝ્નેસ, તને તમે ગયા કલાકારીના ક્ષેત્રમાં , ગાયિકીના ક્ષેત્રમાં , તો આમ ઘરમાંથી કોઈ વિરોધ ના થયો કે ના જવાય આમ કે કેમ ?

અમન: અમારે ત્યાં ઘરમાં એવું છે કે મારા મમ્મીને  સંગીત ખૂબ ગમે, ઘરમાં આખો દિવસ રેડીઓ ચાલુ જ હોય , અને મારા પપ્પા જ મને પેપરમાં આવેલી એડ જોઇને કોમ્પીટીશનમાં ભાગ લેવા માટે લઇ ગયેલા, અને ત્યારથી શરૂઆત થયી, એટલે આંગળી ચીંધવાવાળા એ લોકો જ હતા, ત્યાર પછી હું ધીરે ધીરે શીખતો ગયો.

Loading image...

જલસો : તમે આમ બિઝનેસ ક્લાસમાંથી આવો, તો મિત્રો એ કે આસપાસ ના લોકો નો તમારા પ્રત્યેનો અભિગમ કેવો હતો એ સમયમાં ?

અમન: એ વખતે સંગીતનું વર્તુળ ઘણું ઓછું, પહેલા થોડી તકલીફ થતી હતી, પહેલા લોકો સંગીતકારોને – ગાયકોને પણ અલગ નજરથી જોતા હતા, એટલે એ બધો સામનો કર્યો છે, પણ પછી આજે હવે એ લોકો જ કહે છે, “આ અમન મારો મિત્ર/કઝીન/ (અમારા પરિવારનો) છે, ગાયક છે.”

જલસો : તમારું first & wrost performance?

અમન: સ્પર્ધાઓમાંથી જ્યારે હું બહાર નીકળ્યો, પછી કોઈક એક કમર્સિયલ શો હતો કોઈનો, અને મને એમાં ગાવા માટે બોલાવ્યો, ત્યારે કદાચ માનવામાં ના આવે પણ બે લાઈન ગાઈ અને પછી હું શબ્દો ભૂલી ગયો અને પછી ખાલી હમિંગ કરીને આવી ગયો એ મારું મને લાગેલું Wrost પરફોર્મન્સ. ત્યારે એવું પણ થયેલું કે આ આપણું કામ નથી.

જલસો : અને Firsrt પરફોર્મન્સ? તમે જે પહેલું પરફોર્મન્સ જીત્યા હતા એ ફીલિંગ કેવી હતી ? એજ વખતે નક્કી કરી લીધું હતું કે હું આ ફિલ્ડમાં જઈશ એમ?

અમન: કદાચ હા, કારણ કે ત્યારે ઉંમર હતી ૧૨ની, અને એ વખતે પેહલી સ્પર્ધામાં ૫૦ – ૬૦ સ્પર્ધકો હતા, અને મને તો એવી કોઈ આશા હતી જ નહીં કે મને પ્રથમ ક્રમ મળશે.

જલસો : ધારો કે પ્રથમ ક્રમ ના મળ્યો હોત તો તે દરમિયાન એવા કોઈ બીજા શોખ કે એવું કઈ વિચારી રાખેલું ?

અમન: ના , એવું તો કઈ હું નહીં.

જલસો : સંગીત સિવાય શોખ?

અમન: હા , મને ક્રિકેટ રમવાનું ગમે મિત્રો સાથે ફરવું ગમે.

જલસો : આપના કોઈ ખાસ મિત્ર ?

અમન: સંગીત ક્ષેત્રે મારા મિત્ર સત્યેન જગ્ગીવાલા મારા મિત્ર છે, છેલ્લા બાવીસ વર્ષથી અને હજી પણ અમે સાથે કામ કરીએ છે. મેહુલ ભાઈ, દર્શન ઝવેરી,અમે ખૂબ કાર્યક્રમો કર્યા અને હજી પણ સાથે કાર્યક્રમો કરીએ છે.

જલસો : મેહુલ ભાઈ સાથે તમે અલ્બમ કર્યું છે જેનું ગીત અડધી રમતથી... ખૂબ સરસ કમ્પોસ થયું છે, સરસ ગવાયું છે. કેવી રીતે એ ગીત તૈયાર થયું છે એના વિશે કંઈ વાત કરશો ?

અમન: અત્યારે જે ગીત છે એ 2nd વર્ઝન છે, પણ એ વખતે અમે થોડાક જ કલાકોમાં રાતોરાત એ ગીત તૈયાર થયેલું.એ ગીત ના કવિ વિવેક મનહર ટેલરનો જન્મ દિવસ હતો, ત્યારે મેહુલભાઈ એ મને આગલે દિવસે મને બોલાવ્યો સ્ટુડીઓ એ અને અમે આ ગીત ગાઈને એમને બર્થ ડે ગીફ્ટ કરેલું. જે એ ગીતનું Unplaged વર્ઝન છે, એની એરેન્જમેન્ટ અલગ છે. એ પણ મેં જ ગાયેલું. અને બીજે દિવસે સવારે વિવેકભાઈને ગીફ્ટ કરેલું.

જલસો : તમે ઘણા બધા લાઇવ શો કર્યા, આ દરમિયાન ક્યારેય કોઈ વિચિત્ર ફરમાઇશ આવી હોય એવું કઈ બન્યું છે ?

અમન: હા , થયું છે ને , એકવાર સુગમ સંગીતના કાર્યક્રમમાં દલેર મહેંદી ના ગીત ની ફરમાઇશ આવેલી.

જલસો : સંગીત પ્રત્યે તમે અનુભવેલી અનુભૂતિ વિશે કંઈ કહેશો?

અમન: આખા દિવસ દરમિયાન તો ટેક્ષ્ટાઇલના બીઝનેસ માં હોઉં, પણ રાતે ૮ પછી ઘરે આવીને બેઠા બેઠા ગીત ગણગણતા અનુભવ્યું છે કે એ જે સ્વર છે એ ઈશ્વરની સાથે જોડે છે, એ સ્વરનો જાદુ છે, હું તો ઈશ્વરનો આભારી છું કે મને આ ગાયિકીની  કળા મળી છે.

જલસો: જલસો વિષે કંઈ કહેશો ?

અમન: જલસો એ ખૂબ સરસ પ્લેટફોર્મ છે, અને જલસો જે કામ કરે છે એ માટે ખૂબ શુભેચ્છાઓ.

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's