મારા ઘરે સંગીતનું બેકગ્રાઉન્ડ હતું જ. પપ્પા પોતે કલાકાર હતા, એટલે સંગીત વારસામાં મળ્યું છે.

મારા ઘરે સંગીતનું બેકગ્રાઉન્ડ હતું જ. પપ્પા પોતે કલાકાર હતા, એટલે સંગીત વારસામાં મળ્યું છે.

જલસો : તમને સંગીત શીખવાની ઇચ્છા ક્યારે થઇ?

અમિતભાઈ : મારા ઘરે સંગીતનું બેકગ્રાઉન્ડ હતું જ. પપ્પા પોતે કલાકાર હતા, એટલે સંગીત વારસામાં મળ્યું છે. મારા ઘરમાં જે રીતે બધી પરંપરાઓનું અનુસરણ થાય, કે જેમ દિવાળીમાં કંસાર રંધાય જ, એમ મારા ઘરમાં પહેલા ધોરણની પરીક્ષા અપાય, એની સાથે સાથે હાર્મોનિયમ પર પ્રારંભિકની પરીક્ષા પણ આપી જ દેવાની હોય. હું સવારે પપ્પાના જ ગુરુ પાસેથી 6 વાગ્યે શીખવા જઉં અને 10 વાગ્યે સ્કૂલે જવું. અને એના ભાગ રૂપે જ હાર્મોનિયમમાં વિષારદની પરીક્ષા આપી જ દિધી. અને એની સાથે સાથે મેં વાયોલિનમાં પણ પરીક્ષાઓ આપી. અને આમ મારે સંગીતમાં આવવું નહોતુ. હું તો આઇસ્ટાઇન અને ન્યૂટનના સપનામાં રહેતો. એવું હતું બધાં જ  સાયન્ટિસ્ટ્સ સંગીતકાર હતા, પણ મારે આ જ ક્ષેત્રમાં આવવું નહોતું. મેં પ્લાસ્ટિક એન્જિનીયરિંગમાં એડમિશન લીધું.

જલસો : શાસ્ત્રીય સંગીતમાં ગુરુ શિષ્ય પરંપરા એ અત્યંત મહત્વની બાબત છે. તો ગુરુ સાથેનો કોઇક ખાટો મોટો કિસ્સો જણાવજો.

અમિતભાઈ : મારા વિશારદવાળા અભ્યાસક્રમમાં તો જે ગુરુ હતા, એ એટલા પ્રેમાળ હતા કે ક્યારેય કોઇના પર ગુસ્સે જ નહોતા થતા. પછી કૃષ્ણકાંત પરીખ પાસે આવ્યો, એમના ક્લાસમાં રીસાવાનું અને મનાવવાનું અમે કેવું પર્ફોર્મ કરીએ છીએ એના પર રહેતું. જે અમે સૂર લગાવવામાં સફળ ના થયા તો ચોવીસ કલાકના અબોલા.

જલસો : કયા કલાકાર સાથે કામ કરવું આપને અઘરું પડતું હતું? કોની સાથે ટ્યુનિંગના પ્રશ્નો રહેતા હતા?

અમિતભાઈ : આમ તો જો ટ્યુનિંગ ના થાય તો એ વાંક મારો જ કહેવાય. એટલે આવું સ્વીકારી લો એટલે સૂર ના મળવાનો છેદ જ ઉડી જાય. કિશોરીજી સાથે મારે હાર્મોનિયમ વગાડવાનું થતું, અને એમનો સ્વભાવ ખૂબ જ આકરો છે. પણ મારી સાથે ક્યારેય ખરાબ વ્યવહારનો પ્રસંગ બન્યો જ નથી. એટલે કોઇની સાથે આવી કોઇ વાત થઇ હોય, એવું યાદ નથી.

જલસો : આપે નાટકના ગીતોના બનાવ્ય છે, તો નાટક સાથેનો સંબંધ કેવો રહ્યો છે?

અમિતભાઈ : મૂળે એ ગીતો એ નાટકના ગીતો નથી, એ નાટ્ય ગીતો છે. નાટ્ય ગીતો એટલે જૂની રંગભૂમિના ગીતો. પહેલા જે ખાડો કરીને રંગભૂમિ તૈયાર કરવામાં આવતી હતી, એ ગીતો છે. અને એ તો મારા જન્મ પહેલાની વાત છે, એટલે  રંગભૂમિ સાથે સીધો સંબંધ ક્યારેય રહ્યો નથી.

Loading image...

જલસો : આપ સતત સંગીત સાથે જોડાયેલા છો, તો આ જર્ની દરમ્યાન આપના જીવનમાં આવેલા ઉતાર-ચઢાવ કેવા રહ્યા છે?
અમિતભાઈ : ઉતાર ચઢાવ તો જીવનનો એક ભાગ છે. એ દરેક કલાકારના જીવનમાં આવે જ છે. મારા જીવનમાં પણ આવ્યા જ છે. પણ અગત્યની વાત છે કે સુખ અને દુખ બન્ને પરિસ્થિતિમાં તમે સ્થિર રહી શકો. કલાકારના જીવનમાં કોઇક ભાગ તો એવો આવે જ છે કે જ્યાં આવીને એક કવચ બને, એ કવચ પાસે આવીને સુખ – દુખ બધુ અટકી જાય છે. અને એ સ્થિતિ લગભગ દરેકના જીવનમાં આવે જ છે. એ જેટલી જલ્દી આવે એટલી સરળતા રહે છે.

જલસો : જીવનમાં તમને મોટીવેટ કરતી શક્તિ કઇ?

અમિતભાઈ : બધાંની સોર્સ ઓફ એનર્જી તો કોમન જ હોય છે. ઇશ્વર તરફથી મને એ શક્તિ મળતી રહે છે. પણ ઝાકીર હુસૈનને હું નાનપણથી ઓબ્ઝર્વ કરતો આવ્યો છું. એમની આભા ઉંમર સાથે સતત બદલાતી રહી છે. જેમ જેમ ઉંમર વધતી ગઇ તેમ તેમ તેમનામાં પુખ્તતા આવવા લાગી હતી.એમની આભા સતત ખીલતી જતી હતી. આ ઉપરાંત, બિઠોવન ખૂબ ગમે છે મને. અને ઉપરાંત, આપણાં શાસ્ત્રીય ગાયકો તથા 17મી સદીના યુરોપના સંગીતકારોનો મેં ખૂબ અભ્યાસ કર્યો છે. એટલે એ તમામ સંગીતના જીવોમાંથી પ્રેરણા અને મોટિવેશન મળતા રહે છે.

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's