King of Melody - Nayanesh Jani

King of Melody - Nayanesh Jani

જલસો : ગુજરાતી સંગીત લોકો સુધી પહોંચતું નથી, એવું આપે જણાવ્યું, તો એમાં વાંક છે? લિરિસિસ્ટ, સિંગર કે પ્રોડ્યુસર?

નયનેશભાઈ : કમ્પોઝિશન સૌથી અગત્યનું છે. શબ્દોની બાંધણી અગત્યની છે. કમ્પોઝિશન એવું હોવું જોઇએ કે સિંગર્સ તેને ગાવા આકર્ષાય, અને ગાયકી એવી હોવી જોઇએ કે લોકો તેને સાંભળવા આકર્ષાય, તો જ આ સાયકલ પૂરી થાય. ગીતો બે રીતે તૈયાર થાય છે. એક તો પહેલા શબ્દો લખાય અને ધૂન તૈયાર, અને બીજી રીત એ કે પહેલા ધૂન તૈયાર થાય અને પછી શબ્દો લખાય. કમ્પોઝિશન પછીનો પાર્ટ ગાયકીનો આવે છે. ઘણીવાર કમ્પોઝર પોતે જ ગાયક હોય છે, ત્યારે એ ધૂનને અને કવિતાને બખૂબી સમજી શકે છે. પરંતુ, ગાયક અને કમ્પોઝર અલગ હોય ત્યારે ગયાકે એ ગીત અને કવિતાના ભાવાર્થને સમજીને એ ફીલ સાથે ગાવું પડે. એને થોડા વધુ મેક-અપ સાથે, એક્ટ કરીને એ ગીત ગાવું પડે. આ બધી વસ્તુ એકસાથે એકરૂપ થઇને રજૂ થાય છે, ત્યારે લોકોને 100 % એ ગીત ગમતું હોય છે. માટે વાંકની વાત નથી, પણ ઉત્તમ સંગીત માટે બધાંએ કટિબધ્ધ રહેવું જોઇએ.

જલસો : ગુજરાતી સંગીતના સુગમ, ફોક, ક્લાસિકલ જેવા પ્રકારોમાંથી તમે સુગમ સંગીત પસંદ કર્યું, તો તેનું કારણ શું?

નયનેશભાઈ : શાસ્ત્રીય સંગીત એ શાસ્ત્ર આધારિત છે. એને સાંભળવા માટે પણ શાસ્ત્ર સમજવું પડે. બીજી બાજુ ફોક મ્યુઝિક છે, જેમાં શબ્દો વધુ છે અને કમ્પોઝિશન લિમિટેડ છે. મને ક્લાસિકલનું સંગીત અને ફોકના શબ્દો – બન્ને ખૂબ ગમે છે. અને એ બન્નેનું સુંદર સમન્વય એટલે સુગમ સંગીત. માટે મેં સુગમનો માર્ગ પસંદ કર્યો.

જલસો : તમે ગાવ છો પણ ખરાં અને કમ્પોઝ પણ કરો છો અને લખો પણ છો, તો તમારો જીવ આમાંથી કંઇ જગ્યાએ વધુ ગોઠવાય છે?

નયનેશભાઈ : મને ગાયન વધુ પસંદ છે. હું સ્વરાંકન એટલે કરું છું કે મારું કમ્પોઝિન એ મારું જ બાળક હોય, તો તેને હું સરળતાથી સમજી શકું, એના ડ્રો બેકનો મને ખ્યાલ હોય, તો એને હું છુપાવી શકું. કમ્પોઝિશનની આદત એટલે પડી કે હું જ્યારે બીજાના ગીતો, કે ફિલ્મોના ગીતો ગાવું તો તેમાં પણ કંઇક નવું ઉમેરતો હતો. અને એ બધાંને ગમતું. તો એ સમયથી જ કમ્પોઝર મારામાં હતો. સ્વરાંકન એટલે કે મને એ શબ્દો જે રીતે સ્પર્શ્યા હોય, એ જ રીતે હું શકું, એ માટે સ્વરાંકન જાતે કરવાની ફરજ પડી. અને કવિતાની વાત છે, તો હું કવિ નથી. ઘણીવાર બહુ બૌદ્ધિક કે ઊંચી કવિતાની જરૂર ના હોય, ત્યારે મને થોડી થોડી પંક્તિઓ સ્ફૂરે, તો એ બધી ભેગી કરું અને ગીત થઇ જાય છે.

Loading image...

જલસો : હૈયે રાખી હોમ અને મારું ઝાંઝર ખોવાણું – એ બન્ને આપે લખેલા ગીતો છે. તમે કહો છો એમ તમે કવિ હોવાનો દાવો નથી કરતાં, તો પછી તમે તમારા શબ્દોને, કવિતાને કોઇકની પાસે સુધારવા કે મઠારવા મોકલતા હશો, તો એવો કોઇ મિત્ર ખરો?

નયનેશભાઈ : હું ઘણીવાર તુષાર શુક્લને મોકલું, એ ચેન્જ કરી આપે અને ઘણીવાર એ ના પાડે કે આને એમનું એમ રહેવા દો. ઉર્દુમાં એને ઇસ્લા કહે છે. એટલે નવો શાયર કોઇ ગઝલ લખે તો એ મોટા કવિઓ પાસેથી એને મઠારવા માટે આપે, તેને ઇસ્લા કરાવ્યું કહેવાય. એટલે ઘણીવાર એ કહી દે કે આ માલ પાકો છે, જવા દો. તો ક્યારેક આવું જાડું જાડું કમ્પોઝ કરવાનું હોય, તો ચાલી જાય. પણ ક્યારેક ઝીણું ઝીણું – એટલે કે આજે તારો કાગળ મળ્યો જેવી રચના હોય, તો એની પંક્તિઓ સ્પર્શી જાય, ત્યારે એનું કમ્પોઝીશન કરવું ગમે. એટલે જેમ કવિતાઓના શબ્દોની પદ્ધતિ બદલાય છે, એમ હું સંગીતને નવા અંદાજમાં રજૂ કરવાનો પ્રયત્ન કરું છું. હલકું નહીં, પણ હળવું સંગીત પીરસવું ગમે છે.

જલસો : આપની સંગીત અંગેની તાલીમ વિશે કંઇક જણાવો.

નયનેશભાઈ : હું કોલેજના સમયથી ગાતો, અને લતા મંગેશકરનું માર દિયા જાય પણ હું ગાતો. પણ શાસ્ત્રીય સંગીત સાથે કોઇ લેવા દેવા નહોતા. ત્યારે એક મહેશ કરીને મિત્ર હતો, જેના ઘરમાં શાસ્ત્રીય સંગીતનું વાતાવરણ હતું, તો હું ત્યાં જતો. અને ઉસ્તાદો ગાય એ સાંભળું. એમાં લાલચ એટલી કે ક્યાંક મનેય ગાવા મળે તો સારું. જો કે એ સમયે હાઇસ્કૂલમાં હતો હું. તમામ ઉસ્તાદોની સેવા કરતાં કરતાં હું ગાઉં ક્યારેક. અને એ લોકો સ્હેજ વખાણે. પણ મને એમ થાય કે એ લોકો ખખડીને નથી વખાણતાં. એટલે મેં એક વાર પૂછ્યું. તો એના જવાબમાં એમણે કહ્યું કે તૂં દરેક ગાયકની મિમિક્રી કરે છે, તૂં તૂં બનીને નથી ગાતો. ત્યારે મને લાગી આવ્યું. પછી એમણે મને તાલીમ લેવાનું સૂચવ્યું, અને કહ્યું કે તૂં પોતે નયનેશ જાની બન. કોઇના વોઇસ ઓફ બનવાની જરૂર નથી. સંગીતને જાણવું પડે, એમાં ઉતરવું પડે. એ પછી મને થયું કે તાલીમ લેવી પડે. અને મેં તાલીમ લેવી શું કરી.

જલસો : તમે સ્વરાંકન કરતાં પહેલા કવિતા સાંભળો, એને સમજીને એક રફ સ્ક્રેચ બનાવો, અને પછી કવિને સંભળાવો, તો ક્યારેય એમ બન્યું કે કોઇ કવિને ના ગમી હોય?

નયનેશભાઈ : હા, એનું બને. મેં એક ગીત કમ્પોઝ કર્યું હતું, અને એના કવિ મારા ઘરની સામે જ રહેતા હતા. ગીત તૈયાર થયું ત્યારે એ બહારગામ હતા. આખો દિવસ હું એને ગણગણ્યા કર્યું અને એ ગીત એટલે ભીંતે ચીતરેલા રૂડા ગણપતિ. એને મઠારીને ઉતરાયણના દિવસે મેં એને ગાયા કર્યું. પછી કવિ આવ્યા બીજા દિવસે અને એમને સંભળાવ્યું, તો એમને તો કંઇ અસર જ ના થઇ. અને એમણે કહ્યું કે સારું છે, પણ હજું કંઇક મહેનત કર. બીજા દિવસે મેં એમને ફરીથી સંભળાવ્યું. એમાં મેં કંઇ સુધારા નહોતા કર્યા, પછી એમણે પૂછ્યું કે તને કેમ લાગે, તો મેં મારો મત સમજાવ્યો. અને પાછળથી એક શોમાં એમણે સાંભળ્યું, અને ખૂબ ખૂશ થઇ ગયા.

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's